પોરબંદરનો માચ્છીમારી ઉદ્યોગ સરકારને કરોડો પિયાનું હુંડીયામણ કમાવી આપે છે પરંતુ સાગરપુત્રોને પાયાની સુવિધા આપવામાં પણ સરકાર અખાડા કરે છે. જેમાં ફિશરીઝ ટર્મીનલ વિસ્તારમાં જર્જરિત શૌચાલય કોઇનો જીવ લે તેવી શકયતા જણાઇ રહી છે તેથી સમારકામ કરવા અથવા નવુ બનાવી આપવા માંગણી પ્રબળ બની છે.
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ફિશરીઝ ટર્મીનલ ખાતે વર્ષો પહેલા બનાવાયેલ શૌચાલય અને બાથમ ખૂબજ જર્જરિત બની ગયા છે અને સ્લેબમાંથી લોખંડના સળિયા ડોકાઇ રહ્યા છે તથા અનેક પોપડા ખરી ચુકયા છે. મુખ્ય દિવાલમાં પણ ગાબડા પડી ગયા છે તેમજ અસહ્ય ગંદકી ખદબદી રહી છે. દરવાજા પણ ભાંગી તૂટી ગયા છે તેથી આ વિસ્તારમાં માચ્છીમારો તથા ફિશીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય ધંધાર્થીઓને પારાવાર પરેશાની વેઠવી પડે છે અને આ શૌચાલયમાં કોઇનો જીવ જાય તે પહેલા સમારકામ કરાવવુ જરી બન્યુ છે.આ પ્રકારની વધુ એક રજૂઆત તંત્ર સુધી પહોંચાડવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech