ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના મહસી વિસ્તારમાં વરુનો આતંક ચાલુ છે. ગઈકાલે રાત્રે પણ માનવભક્ષી વરુઓના ટોળાએ બે ઘટનાઓને અંજામ આપ્યો હતો. જેમાં અઢી વર્ષની બાળકીને તેઓ ઉઠાવી ગયા હતા, જ્યારે 60 વર્ષની મહિલા તેમના હુમલામાં ઘાયલ થઈ હતી. વનવિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો વરુઓને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
વરુએ ગઈકાલે રાત્રે ફરી બે ઘટનાઓને અંજામ આપ્યો. પ્રથમ ઘટના મહસીના બારા બીઘા ગામમાં બની હતી. જ્યાં રાત્રે 12 વાગ્યાની આસપાસ માનવભક્ષી વરુઓએ 60 વર્ષીય મહિલા પર હુમલો કરીને ઘાયલ કરી હતી. આ પછી સવારનાં લગભગ 4 વાગ્યે તેણે મહસી વિસ્તારના ગેરેઠી ગુરુદત્ત સિંહ પૂર્વા ગામમાં અઢી વર્ષની માસૂમ અંજલિનો શિકાર કર્યો હતો. તેનો મૃતદેહ ઘરથી લગભગ એક કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો.
વરુના હુમલાથી બહરાઈચના મહસી વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાક મહિનામાં માનવભક્ષી વરુઓએ 9 માસુમ બાળકો અને એક મહિલાનો શિકાર કર્યો હતો. માનવભક્ષી વરુઓએ અત્યાર સુધીમાં 50 લોકોને ઘાયલ કર્યા છે. તેને પકડવાના વન વિભાગના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. વનવિભાગની ટીમે ચાર વરુઓને પકડી લીધા હોવા છતાં હજુ પણ અનેક વરુઓ આઝાદ રીતે વિહાર કરી રહ્યા છે અને માણસોનો શિકાર કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMમોટાખુંટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:23 PMભંડારીયા ગામે લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:22 PMમહાપાલિકા દ્વારા શહેરના આઠ સ્થળેથી જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢી આપવાનો પ્રારંભ
June 09, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech