પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ખાતે એક મહત્વના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોમાં એમએસએમઈએકમોની ભાગીદારી વિષય પર વર્કશોપ યોજાયોપોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગપે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો એમ.એસ.એમ.ઈ. એકમોની ભાગીદારી વિષય પર ધ ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પોરબંદર ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
આ વર્કશોપમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો જેવા કે, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક,સિલિકોન, મેટલમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ, બાંસ, કપાસ અને જુટ બેગ્સ વિષે ઉદ્યોગકારો સાથે વર્કશોપમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સંયુક્ત ઉદ્યોગ કમિશ્ર્નર અને જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદરના ડી.આર.પરમારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અને એમ.એસ.એમ.ઈ. એકમોની ભાગીદારીથી પર્યાવરણનાં રક્ષણ અને પરિવર્તન વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અને એમ.એસ.એમ.ઈ. એકમોની ભાગીદારીને અનુલક્ષી પ્રશ્નની ચર્ચા કરી ઉદ્યોગકારોમાં પર્યાવરણ રક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે માહિતી આપવામાં આવી હતી.ત્યારબાદ શ્રમ અધિકારી ચિંતન ભટ્ટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો વિશે વાત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ૩૫ જેટલા ઉદ્યોગકારો અને ચેમ્બરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech