પોરબંદરની ગોઢાણિયા મહિલા કોલેજ ખાતે ચાલી રહેલા સમર યોગ કેમ્પમાં યોગ અને ધ્યાનને કાયમી ધોરણે જીવનમાં સ્થાન આપવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ડો.વી આર .ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે ૧૫ દિવસના સમર યોગ કેમ્પ બાળકોને સર્વાંગીક શરીરનો વિકાસ થાય,બૌદ્ધિક અને માનસિક સ્વસ્થ બને તેવા આસનો, પ્રાણાયામ, સુર્યનમસ્કાર, ધ્યાન,સર્વાંગીક યોગિક વ્યાયામ,જુની રમતો, અને સંસ્કાર અને નૈતિકતાની તાલીમ આપવામાં આવે છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પના સંચાલક યોગ કોચ હાર્દિક તન્ના,યોગ કોચ,રાજેશભાઈ કક્કડ, શિલ્પાબેન, યોગ કોચ અને યોગ તાલીમ આપે છે તેના દ્વારા ચલાવવામાં આવતા સમર કેમ્પમાં સિનિયર યોગ કોચ ગોરધનભાઈ ચાવડા દ્વારા સમર કેમ્પમાં આવનાર બાળકોને પૌષ્ટિક આહારનું ભોજન આપવામાં આવતી સેવા સાથે પોરબંદરના સિનિયર તબીબ એવા ડો.સુરેશભાઈ ગાંધી દ્વારા યોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ વિદ્યાપુરૂષ,જાણીતા દાતા ડો. વિરમભાઇ ગોઢાણીયા અને ટ્રસ્ટીઓ, ડો.વી. આર.ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્ટર, અને માર્ગદર્શક ડો.ઈશ્વરભાઈ ભરડા, ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો.કેતનભાઈ શાહ,ડો.વી.આર. ગોઢાણીયા યોગ કોલેજ યોગ. કો. ઓર્ડીનેટર અને ગુજરાત યોગ બોર્ડના જીલ્લાના પુર્વ યોગ કો. ઓડીનેટર જીવાભાઈ ખુંટી કે જેમણે સમર કેમ્પને સફળ બનાવવામાં મહત્વનો સહયોગ આપવામાં આપ્યો છે.આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદરના જિલ્લા યોગ કો. ઓડીનેટર કેતનભાઈ કોટીયા,યોગ કોચ સંચાલક હાર્દિકભાઈ, તન્ના, યોગ કોચ રાજેશ કક્કડ,યોગ ટ્રેનર શિલ્પાબેન અપારનાથી યોગ કોચ રાજેશભાઈ કક્કડ દ્વારા તમામ મહાનુભાવોનું સમર કેમ્પ સાથ સહકાર બદલ આભાર માન્યો સાથે હસમુખભાઈ શિલુ,લખમણભાઇ દાસા,યોગ શિક્ષક સ્વાતિબેન લુક્કા,યોગ શિક્ષક જીતુભાઈ મદલાણી, યોગ કોચ ખીમાભાઇ મારૂ,યોગ કોચ હર્ષાબેન દાસા,પુજાબેન ચાવડા, અશોકભાઈ નંદનીયા, રામભાઇ વિસાણી કાર્યક્રમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech