સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી તેના ભવ્ય સેટ અને તેના સંગીત માટે ફેમસ થઈ રહી છે. આ સિરીઝમાં અદિતિ રાવ હૈદરી પર ફિલ્માવાયેલા ગીતોને પસંદ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અભિનેત્રીની ગજગામિની વોક વાયરલ થઈ છે. પરંતુ શું તમે જાણો છો કે ગીતમાં જોવા મળતા બેકગ્રાઉન્ડ ડાન્સર્સે પણ પોતાના ડાન્સ પરફોર્મન્સ માટે પોતાનો જીવ આપી દીધો હતો. અદિતિ સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળતી અનુષ્કા ગેહિલોતે આ અંગે એક પોસ્ટ શેર કરી છે.
અનુષ્કાએ જણાવ્યું કે અદિતિના 2 મિનિટના ગીત માટે તેણે 10 દિવસ કામ કરવું પડ્યું. તમામ બેકગ્રાઉન્ડ ડાન્સર્સે 5 દિવસ સુધી રિહર્સલ કરવું પડ્યું અને આગામી 5 દિવસમાં ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું. આ માટે તેણે વહેલી સવારે સેટ પર પહોંચવાનું હતું. આ ગીત 2 કલાકના મેકઅપ પછી શૂટ કરવામાં આવ્યું હતું.
બેકગ્રાઉન્ડ ડાન્સર અનુષ્કાએ આગળ એક ખાસ સીન વિશે જણાવ્યું. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ડાન્સ પરફોર્મન્સ દરમિયાન તે ફુવારાની એટલી નજીક ડાન્સ કરી રહી હતી કે તેના ઘગરાનો રંગ બહાર આવવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ રાતોરાત 6 નવા ઘાઘરા બનવડાવ્યા હતા. આ ગીતમાં અદિતિની સ્ટાઈલ એટલી લોકપ્રિય હતી કે તેની ગજગામિની વોક દરેક જગ્યાએ વાયરલ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech