બોલિવૂડ એક્ટર બોબી દેઓલએ એક્ટિંગમાં શાનદાર કમબેક કર્યું છે. તેને મૂવીઝ અને વેબસીરીઝથી સફળતા અને સ્ટારડમ મળી રહ્યા છે. અભિનેતા માટે આજનો દિવસ વધુ ખાસ છે કારણ કે તે 55 વર્ષનો થઈ ગયો છે. આ ખાસ દિવસે, અભિનેતાનો તેની આગામી સાઉથ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. બોબી ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ 'કાંગુવા'માં વિલન તરીકે જોવા મળશે. એનિમલમાં પોતાના વિકરાળ અવતારથી બધાને ડરાવનાર બોબી આ વખતે કઈક અલગ જ તૈયાર થઈને આવ્યો છે. ફિલ્મમાં બોબીનો લુક જોઈને ચાહકોને હાશકારો થયો છે.
કંગુવા સાઉથની ફિલ્મ છે જેમાં મેગાસ્ટાર સૂર્યા લીડ રોલમાં છે. ફિલ્મનો સૂર્યાનો ફર્સ્ટ લુક પહેલા જ રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મ દુનિયાભરની 38 ભાષાઓમાં અલગ-અલગ ફોર્મેટમાં રિલીઝ થશે. શિવના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં બોલિવૂડ ડીવા દિશા પટણી પણ મુખ્ય અભિનેત્રી તરીકે છે. હાલમાં, મેકર્સે બોબી દેઓલનો ફર્સ્ટ લૂક તેના જન્મદિવસ પર જાહેર કર્યો છે.
ફિલ્મમાં બોબી દેઓલ જે વિલનનો રોલ કરવા જઈ રહ્યો છે તેનું નામ ઉધિરન છે.પોસ્ટરમાં જ બોબીનો લુક ઘણો ખતરનાક લાગી રહ્યો છે. ઉધિરન અવતારમાં, તે મેટ્ટેડ લાંબા વાળ ધરાવે છે અને તેના કપાળ પર હરણના શિંગડાનો તાજ શોભે છે. તેમજ એક આંખ ખરાબ દેખાય છે. બોબીના આ લુકમાં જોઈને ફેન્સ ઈમ્પ્રેસ થયા છે.
આ પોસ્ટર માટે ચાહકો બોબીની પ્રશંસા કરી રહ્યા છે. તેમજ યુઝર્સ તેને નેગેટિવ રોલનો લોર્ડ કહેવા લાગ્યા છે. ચાહકોનું કહેવું છે કે તે 'એનિમલ'માંથી બહાર પણ આવી શક્યા ન હતા અને આ લુક સામે આવ્યો. એક યુઝરે લખ્યું - કોલીવુડમાં આપનું સ્વાગત છે સર..." અહેવાલ છે કે કંગુવા 2024 ના ઉનાળામાં થિયેટરોમાં આવી શકે છે. જો કે, હજુ સુધી ફિલ્મની કોઈ રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMજી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ
June 09, 2025 03:07 PMકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech