ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચ દરમિયાન અભિષેક શર્માએ સદી ફટકારી છે. અભિષેકે પોતાની સદીની ઇનિંગ્સ દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. યુવરાજ સિંહને પોતાનો આદર્શ માનનારા અભિષેક શર્માની ઇનિંગમાં યુવરાજની ઝલક જોવા મળી હતી. તેણે સતત ત્રણ છગ્ગા ફટકારીને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય T20 સદી પૂરી કરી. શુભમન ગિલ સાથે ઈનિંગની શરૂઆત કરનાર અભિષેક શર્માએ શરૂઆતમાં ધીમો સ્કોર બનાવ્યો પરંતુ વચ્ચેની ઓવરોમાં હલચલ મચાવી દીધી. અભિષેકે 11મી ઓવરમાં પોતાની અડધી સદી (33 બોલ) પૂરી કરી અને પછી 14મી ઓવરમાં સદી ફટકારી. ફિફ્ટી ફટકાર્યા બાદ તેણે 14 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન અભિષેકે રોહિત શર્માનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
અભિષેક શર્માએ પોતાની ઇનિંગમાં આઠ સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે 2024માં રોહિત શર્માનો સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિતે 46 સિક્સર ફટકારી છે જ્યારે અભિષેકે 47થી વધુ સિક્સર ફટકારી છે. અભિષેકે પ્રથમ મેચમાં 4 બોલ રમીને શૂન્ય રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે અભિષેક શર્મા (100 રન)ની સદી અને ઋતુરાજ ગાયકવાડ (અણનમ 77)ની અર્ધસદી અને તેની ભાગીદારીની મદદથી આજે રમાયેલી પાંચ મેચોની શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વે સામે જીત મેળવી હતી. આ બંને સિવાય રિંકુ સિંહે 22 બોલમાં પાંચ છગ્ગા સાથે 48 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગાયકવાડ અને રિંકુએ ત્રીજી વિકેટ માટે અણનમ 87 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા અને અભિષેક શર્માની પ્રથમ સદીમાં ઘણી વસ્તુઓ સમાન છે. રોહિત અને અભિષેકે ઝિમ્બાબ્વે સામે પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. બંને ખેલાડીઓએ સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech