ટંકારાના વેપારીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરી સારો નફો કમાવવાની લાલચ આપી ખોટું નામ ધારણ કરી શેર બજારમાં રોકાણ કરવાના બહાને વેપારી પાસેથી જુદા જુદા બેન્ક એકાઉન્ટમાથી મેળવી લઈ વેપારી પાસેથી આરોપીઓએ કુલ રૂા.૧,૧૮,૦૦,૦૦૦ પડાવી છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પંદર શખ્સો વિદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મોરબી જીલ્લ ામાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. તેમા પણ ખાસ કરીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી લોકોના પિયા પડાવી લે છે.
સાયબર ક્રાઇમથી બચવા મોરબી પોલીસ વડા દ્રારા પ્રેસ કોન્ફરન્સ યોજી મહિતી પણ આપવામાં આવી હતી તેમ છતાં વેપારીઓ લોભામણી લાલચમાં ફસાઈ જતા હોય છે ત્યારે છેતરપીંડીનો ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી–૦૩માં રહેતા અને વેપાર કરતા ભાસ્કરભાઈ જસમતભાઈ સંઘાણી (ઉ.વ.૩૩) એ અલગ–અલગ બેન્ક એકાઉન્ટ અને ઓનલાઈન મારફતે નાણાં આરોપીએ ટ્રાન્સફર કરાવ્યાનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટું નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરીયાદીના કુલ .૧,૧૮,૦૦,૦૦૦ જુદા જુદા બેન્ક એકાઉન્ટમા આરોપીઓએ મેળવી લઈ ફરીયાદના ભરેલ નાણાં પરત નહીં આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech