સોશિયલ મીડિયા પર આપણને ઘણી વસ્તુઓ જોવા મળે છે. આવું જ એક દ્રશ્ય હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક રેસ્ટોરન્ટ દેખાઈ રહી છે જેને ઘણી રીતે અનોખી ગણી શકાય છે. તમે કાફેમાં એક્વેરિયમને ડેકોરેશન તરીકે જોયા હશે, પરંતુ આ વીડિયોમાં રેસ્ટોરન્ટ પોતે એક માછલીઘરનો ભાગ છે.
વીડિયો મુજબ માછલીઓ એક્વેરિયમમાં નહીં પરંતુ રેસ્ટોરન્ટના ફ્લોર પર સ્વિમિંગ કરી રહી છે. લોકોને આ વીડિયો ખૂબ જ વિચિત્ર લાગી રહ્યો છે અને તેઓ સમજી શકતા નથી કે આ શું છે. જો કે આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે દેહરાદૂનના આ કેફેમાં ફૂડ ખાવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક રેસ્ટોરન્ટની અંદરના ફ્લોર પર પાણી ભરાયેલું છે. એટલું જ નહીં તેની અંદર ઘણી માછલીઓ પણ તરી રહી છે. જો કે નજારો થોડો અલગ અને અદ્ભુત લાગે છે, પરંતુ કેટલાક લોકોને તે વિચિત્ર પણ લાગ્યું. આ વીડિયો દેહરાદૂનના સીશેલ કેફેનો હોવાનું જણાવવામાં આવ્યું છે, જેમાં યુવતી એક એવા કાફેમાં જઈ રહી છે જે સ્વિમિંગ પૂલની જેમ પાણીથી ભરેલું છે અને અંદર માછલીઓ પણ સ્વિમિંગ કરી રહી છે. તે તેમાં લાગેલા ટેબલ કહેર પર બેસીને ભોજન પણ કરી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકોએ જે પ્રતિક્રિયા આપી છે તે જબરદસ્ત છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સાક્ષી રૌતેલા નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 1.6 કરોડોથી વધુ લોકોએ જોયો છે, જ્યારે લાખો લોકોએ તેને પસંદ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ભીના પેન્ટ સાથે બેસીને ખાવું કેવું લાગે ? તો અન્ય એક યુઝરે લખ્યું કે જમતા જમતા ફોન નીચે પડી જાય તો શું?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech