સુરતના પુણા ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પ્રચંડ ધડાકો થયો હતો. આથી ઘરના બે રૂમમાં વિકરાળ આગ લાગી હતી. આ ઘટનામાં ઘરના 6 સભ્ય દાઝી ગયા છે, જેમાં ત્રણ સભ્યની હાલત ગંભીર છે. પ્રચંડ ધડાકા સાથે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરની દીવાલ અને બારી-બારણા તૂટી ગયા હતા.
મૂળ રાજસ્થાન અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં ત્રણ રૂમ આવેલા છે જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા.
રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સુઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે છ વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી. જેના પગલે રૂમમાં સુઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી હતી. ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના બે સભ્યો સહિત ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર ખસેડવામાં આવ્યા છે.
સોસાયટીના રહીશે જણાવ્યું હતું કે, સવારે 6:20 કલાકે ધડાકાનો અવાજ આવ્યો હતો. હું સામેની સાઈડ જ રહું છું. બહાર નીકળીને જોયું તો બ્લાસ્ટ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી. અહીં લોકો ચીસો પાડી રહ્યા હતા. જેથી 108ને બોલાવીને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટના પગલે છ જેટલા લોકો દાઝી ગયા હતા. આ સાથે જ ઘરમાં આગ લાગી હતી. જેથી સામાન પણ બળી ગયો છે. ધડાકાના પગલે બારી બારણાઓ પણ તૂટી ગયા હતા.
ઇજાગ્રસ્તના નામ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech