વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતાં. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાના દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ તેઓ સાસણમાં પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આજે વહેલી સવારે વડાપ્રધાન સાસણમાં સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠકમાં પણ ભાગ લે તેવી શક્યતા છે.
સોમનાથથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજી ઉઠ્યું હતું. સાસણમાં મોદીએ રાત્રી રોકાણ કર્યું હતું. જે બાદ વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા છે. આજે વહેલી સવારે સાસણામાં સિંહ દર્શન માટે ભંભાફોળ નાકાથી વડાપ્રધાનના કાફલાનો પ્રવેશ થયો હતો. વડાપ્રધાન રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જીપ્સીમાં સિંહ દર્શન કર્યા હતા.
સાસણ બાદ રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે વિશ્વ વન્યજીવ દિવસના અવસરે સાસણમાં સિંહ સદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સાતમી બેઠક યોજાઈ તેવી શક્યતા છે. સાસણની મુલાકાત બાદ વડાપ્રધાન રાજકોટની પણ મુલાકાત લેશે, જ્યાંથી દિલ્હી જવા રવાના થશે.
સાસણ ગીરમાં મોદીનું મંત્રીએ સ્વાગત કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાસણ ગીર ખાતે ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, મુખ્ય સચિવ પંકજ જોશી, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, એસ.પી. ભગીરથસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સ્વાગત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech