યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ આજે મંગળવાર થી અમલમાં આવશે. ટ્રમ્પે ટેરિફ લાગુ કરવામાં વધુ સમય આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય હવે લાગુ કરવામાં આવશે. આનાથી દાણચોરી અને ગેરકાયદેસર સ્થળાંતર અટકશે.ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. મેક્સિકો અને કેનેડામાં પણ બજારો સુસ્ત દેખાયા. બીજી ત્તરફ કેનેડાના અર્થશાસ્ત્રીઓ અને લોકોએ ટ્રમ્પના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે અને તેને ગાંડપણ ગણાવ્યું છે.
ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આયાત પર 25 ટકા અને ચીનથી આવતા માલ પર 10 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જોકે, ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોને 30 દિવસ માટે ટેરિફ લાગુ કરવામાંથી રાહત આપી હતી અને હવે તે મુદત પૂરી થઈ છે.
ટ્રમ્પે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, 'મેક્સિકો અને કેનેડાથી આપણા દેશમાં ડ્રગ્સ હજુ પણ ખૂબ ઊંચા અને અસ્વીકાર્ય સ્તરે આવી રહ્યું છે.' આ દવાઓનો મોટો હિસ્સો, જેમાંથી મોટાભાગની ફેન્ટાનાઇલના રૂપમાં છે, તે ચીનમાં બને છે અને ચીન દ્વારા સપ્લાય કરવામાં આવે છે.આથી ચીન પર પણ ટેરીફ વધારવામાં આવ્યો છે. ઉલેખનીય છે કે સત્તામાં આવ્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કેનેડાને અમેરિકામાં સમાવવાની વાત કરી રહ્યા છે. તેમણે પ્રસ્તાવ મૂક્યો છે કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બને અને ટ્રુડોને 'ગવર્નર' પણ કહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાથકડી લગાવી, જમીન પર પટક્યો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે ગુનેગારો જેવો વ્યવહાર
June 10, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech