જી.જી. હોસ્પીટલમાં ફરી માથાકુટ : યુવતિ સહિત બે સામે ફરીયાદ

  • June 10, 2025 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની જી.જી. હોસ્પીટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, તાજેતરની બબાલો બાબતે શું એકશન લેવાયા એ હજુ બહાર આવ્યુ નથી ત્યાં ગઇકાલે ટ્રોમા વોર્ડમાં એક યુવતિ અને અજાણ્યા શખ્સે સિકયુરીટી ગાર્ડ સાથે તકરાર કરી હતી. કડુ માથાના ભાગે ઝીંકી દીધુ હતુ અને મારી નાખવાની ધમકી આપી હતી. આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે.


જી.જી. હોસ્પીટલમાં અવાર નવાર નાની મોટી બબાલો થાય છે નજીવી બાબતે ગામ માથે લેનારાને સમજાવવા જતા વાત ઉગ્ર બનતી હોય છે ગઇકાલે ટ્રોમા વોર્ડ પાસે માથાકુટનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો એ પછી સિકયુરીટી ગાર્ડ દ્વારા વિધીવત ફરીયાદ કરવામાં આવી છે.


જામનગરના સત્યમ કોલોની પાસે રહેતા સિકયુરીટી ગાર્ડ રઘુવીરસિંહ જેઠુભા ઝાલા (ઉ.વ.૪૨)એ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં સંગીતા તથા એક અજાણ્યા ઇસમ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદી રઘુવીરસિંહ ઝાલા ગઇકાલે જી.જી. હોસ્પીટલ ટ્રોમા વોર્ડમાં પોતાની નોકરી પર હતા ત્યારે આરોપી સારવાર માટે ત્યાં આવ્યા હતા અને બોલાચાલી કરવા લાગતા સાહેદ વિનોદરામ દોસાધ તેમને સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપી યુવતિએ વિનોદરામને લાત મારી હતી ત્યાર બાદ થોડીવાર પછી બંને ટ્રોમા વોર્ડમાં આવીને બોલાચાલી કરવા લાગ્યા હતા આથી ફરીયાદી તેમને સમજાવવા જતા અજાણ્યા ઇસમે ફરીયાદીને માથાના ભાગે કડા વડે એક ઘા મારી ઇજા પહોચાડી હતી.


દરમ્યાન જેમ તેમ બોલી બંને આરોપી જતા જતા ફરીયાદી સિકયુરીટી ગાર્ડને જાનથી મારી નાખીશ એવી ધમકી આપીને ત્યાથી નાશી ગયા હતા. આ ફરીયાદ અનુસંધાને પીએસઆઇ રાજ તપાસ ચલાવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે જી.જી. હોસ્પીટલમાં છાસવારે માથાકુટ થાય છે.

​​​​​​​

તાજેતરમાં બે જુથ વચ્ચે હોસ્પીટલની અંદર બબાલ થઇ હતી અને આ અંગેનો વિડીયો વાયરલ થયો હતો જો કે એ માથાકુટની કોઇ ફરીયાદ દાખલ કરવામાં આવી ન હતી એ પહેલા દવાબારીનો કર્મી ચડ્ડી પહેરેલી હાલતમાં જોલા ખાતો જોવા મળ્યો હતો જેમા પણ શું પગલા લેવાયા એ બહાર આવ્યુ નથી એ અગાઉ હોસ્પીટલની અંદર દારૂ  પીને રખડતા શખ્સોના વિડીયો પણ વાયરલ થઇ ચુકયા છે. કુતરા અને આખલાઓના આંટાફેરા અવાર નવાર જોવા મળે છે. દરમ્યાન વધુ એક માથાકુટનો મામલો પોલીસ મથકે પહોચતા ચકચાર વ્યાપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News