જામનગરના બેડીના જુના બંદરે જેટી ખાતે માછીમારી કરીને પરત આવેલા શખ્સને તપાસતા પરમીટનો ભંગ કર્યાનું સામે આવતા બેડીના માછીમાર સામે ફરીયાદ કરવામાં આવી હતી.
બેડીના થરી વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ ગની સચડા નામના માછીમાર યુવાન પોતાની ભોગવટાની બોટ પર બોટનું નામ તથા રજીસ્ટર નંબર દર્શાવેલ ન હોય તેમજ બોટના કાગળો સાથે નહી રાખીને માછીમારી કરી પરત જુના બંદર જેટી ખાતે આવતા મરીન પોલીસ દ્વારા તેની સામે પરમીટ ભંગની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
જામજોધપુરમાં વિદેશી દા સાથે એકની અટક
જામજોધપુરના બેરીસ્ટર ચોક પાસે ઇંગ્લીશ દાની બે બોટલ અને ચપટા સાથે એક શખ્સને દબોચી લેવાયો હતો. જામજોધપુરના માકડીયાવાડી શેરી નં. ૫માં રહેતા મીત કાન્તીભાઇ જાવીયા નામના શખ્સને બેરીસ્ટર ચોક નજીકથી ઇંગ્લીશ દાની બે બોટલ અને બે ચપટા સાથે નીકળતા સ્થાનીક પોલીસે પકડી પાડી પ્રોહી મુજબ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application