રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચએ આજે બાકી મિલ્કતવેરો વસૂલવા બંગડી બજાર, મિલપરા અને જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ૧૦ મિલકતોને સીલ કરી હતી.અન્ય ૬ મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૩ નળ કનેકશન કપાત રીકવરી થઇ હતી. આજે બપોરે સુધીમાં કુલ ા.૫૦.૦૪ લાખની રિકવરી થઇ હતી.
વિશેષમાં અંગે રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઈવ ની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં–૩માં જામનગર રોડ ઉપર પરસાણા નગરમાં ૧–યુનિટને સીલ, જામનગર રોડ પર આવેલ કાવેરી કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ લોર શોપ નં.૨, ૬, ૭, ૮, ૯ સહિત પાંચ દુકાન સીલ કરી હતી.
વોર્ડ નં.૫માં કુવાડવા રોડ ઉપર ૨ નળ કનેકશન કપાત સામે રીકવરી .૧.૨૫ લાખનો ચેક આપેલ, પેડક રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૮૦,૦૦૦, રણછોડ નગરમાં ૧–નળ કનેકશન કનેકશન કપાત સામે રીકવરી .૬૩,૦૩૬, માર્કેટીગ યાર્ડ પાસે આવેલ બે યુનિટને સીલ, વોર્ડ નં–૭માં બંગડી બજારમાં આવેલ વૈભવ કોમ્પ્લેક્ષમાં ઓફીસ–નં૧૦૭ અને ૧૧૪ને સીલ કરાઇ હતી. ઉપરોકત કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કરના માર્ગદર્શન હેઠળ વોર્ડ સ્ટાફ દ્રારા કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech