ઉત્તર પ્રદેશમાં મથુરાના માંટ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ-વેના જાબરા ટોલ પ્લાઝા પર જંગી માત્રામાં સોના સાથે બે લોકોની ધરપકડ કરી છે. ચેકિંગ દરમિયાન માંટ પોલીસે દિલ્હીથી દેવરિયા જતી લક્ઝરી કાર પકડી હતી, જેમાં પોલીસને 12 કિલોથી વધુ સોનું મળી આવ્યું હતું.
મથુરાના માંટ પોલીસ એક્સાઈઝ ટીમ સાથે યમુના એક્સપ્રેસ વેના જબરા ટોલ પ્લાઝા પર ચેકિંગ કરી રહી હતી. ત્યારે નોઈડા તરફથી આવી રહેલી એક લક્ઝરી એન્ડેવર કારને અટકાવવામાં આવી હતી. તેમાં કેટલાક શંકાસ્પદ પેકેટ રાખવામાં આવ્યા હતા. જ્યારે તેમને ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી સોનું મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કારમાં બેઠેલા બંને લોકોની સોના અંગે પૂછપરછ કરી તો તેઓ કંઈ કહી શક્યા નહીં. પોલીસે આ અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી.
પોલીસ જોડાઈ તપાસમાં
જે બાદ સીઓ ગુંજન સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને બંને લોકોની પૂછપરછ કરી હતી. પરંતુ તેઓએ સોના વિશે કોઈ માહિતી આપી ન હતી. જે બાદ GST, સેલ ટેક્સ અને અન્ય ટીમોને સ્થળ પર તપાસ માટે બોલાવવામાં આવી હતી. એસપી ગ્રામીણ ત્રિગુણ વિશેને કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ સોનું ઉત્તર પ્રદેશના દેવરિયા લઈ જવામાં આવતું હતું, જેની તપાસ ચાલી રહી છે. પોલીસે રાત્રે લગભગ 1 વાગ્યે બંને લોકોને પકડી લીધા હતા.
તપાસ ટીમો અનેક સવાલોમાં ફસાઈ
કહેવામાં આવી રહ્યું છે કે બંને લોકો સોનાને દેવરિયા લઈ જવા માંગતા હતા. પોલીસ ઉપરાંત GST અને સેલ ટેક્સની ટીમ પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ બંને યુવકો આટલું સોનું ક્યાંથી લાવ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech