સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 13 વર્ષના ભાઈએ તેની એક વર્ષની બહેનની હત્યા કરી નાંખી છે. સતત રડી રહેલી બહેનનું 13 વર્ષના ભાઈએ ઓશિકાથી મોઢું દબાવી દીધું હતું. મોઢું દબાવવા છતાં બહેન રડતાં ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં ગૂંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ જ હત્યા કર્યાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, સુરતના નાનપુરા વિસ્તારમાં એક 13 વર્ષના ભાઈએ પોતાની 1 વર્ષની બહેનની હત્યા કરી નાખી છે. હત્યાનું કારણ એ જ હતું કે, બહેન સતત રડી રહી હતી. 13 વર્ષના ભાઈ પાસે તેની બહેન હતી અને બહેન સતત રડી રહી હતી. ત્યારે બહેનના રડવાથી કંટાળેલા ભાઈ પહેલા પોતાની જ બહેનનું ઓશિકાથી મોઢું દબાવ્યું, છતાં બહેન રડી રહી હતી. ત્યારે છેલ્લે 13 વર્ષના ભાઈએ બહેનનું ગળું દબાવી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પોસ્ટમોર્ટમમાં ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું
તબીબોએ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે સામે આવ્યું કે, ગુંગળામણથી મોત છે. પરિવારે 13 વર્ષના ભાઈને પૂછપરછ કરી તો ભાઈએ આ મોટો ખુલાસો કર્યો કે, બહેન સતત રડતી હોવાથી તેણે ગળું દબાવીને પોતાની જ 1 વર્ષની બહેનને મોતના ઘાટ ઉતારી દીધી છે.
ચોંકવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી જમીન સરકી
બીજી બાજુ મોતને ભેટેલી બાળકીનું તબીબે ગૂંગળામણના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘટના અંગે પોલીસે ભોગ બનનાર પરિવારની પૂછપરછ કરતા ચોંકવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
હત્યારો એક વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો
મહત્વનું છે કે, અઠવાલાઇન્સ પોલીસે ગંભીર ગુનાને લઈ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કિશોરની અટક કરી હતી. હત્યારો એક વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. તે ઘરે એકલો હોય આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો, ત્યારે દીકરીને સોંપીને જતો હતો. એક વર્ષીય દીકરી રડતી હોવાથી માસિયાઈ ભાઈ કંટાળી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech