કોટડા સાંગાણીના મોટામાંડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને સ્થાનિક પોલીસએ ઝડપી લઇ રોકડ 83,250ની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી. જયારે બીજા દરોડામાં એલસીબીએ શાપર મેઈન રોડ પર કારખાના નજીક જુગાર રમતા આઠ શખ્સોને રોકડ અને આઠ મોબાઈલ મળી કુલ રૂ.97650ની મત્તા સાથે ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ મોટા માંડવા ગામએ હનુમાન ડેરી પાસે આવેલી શૈલેષ હિરપરાની વાડી પાસે કેટલાક શખસો જાહેરમાં તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમી કોટડા સાંગાણી પોલીસને મળતા પોલીસ સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા શૈલેષ દુદાભાઇ હીરપરા, પ્રફુલ નરશીભાઇ માનસરા, પંકજ દીલીપભાઇ માનસરા, અશ્વીન ચંદુભાઇ માનસરા, જતીન સુખાભાઇ માનસરા, મનસુખ મેધાભાઇ સોહલીયા (રહે તમામ મોટા માંડવા)જયેશ નાનજીભાઇ શીંગાળા, રમેશ ઇશ્વરભાઇગીરી ગોસાઇ, (રહે-વીરનગર તા જસદણ)ને ઝડપી લઇ રોકડ મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
રાજકોટ એલસીબીની ટીમે શાપર મેઈન રોડ પર ડિલક્સ પાનવાળી શેરીમાં જય શક્તિ મેટલ કારખાના સામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રોહીત ધર્મેન્દ્રભાઇ શાહુ, (રહે. હાલ પારડી તા. લોધીકા), નાગેન્દ્ર સંતલાલ ગૌતમ (રહે. શાપર રેમ્બો ટેકનો કાસ્ટની પાસે નેહાલભાઇ પઠાણની ઓરડીમાં), નામ દેવેન રાજબહાદુર બીંદ (રહે. પારડી શીતળામાતાના મંદીર), પરશોતમ ઉર્ફે પવન રાજકિશોર શર્મા (રહે. વેરાવળ મસ્કત ફાટક પાસે ઇન્ટેક ફલો વાલ્વ કારખાનામાં), અરવીંદ રાજારામ સરોજ (રહે. પીપળીયા ઉર્જા ગેઇટ ધીરૂભાઇ આહીરના શ્રી ટેકનો ફોર્જ નામના લોખંડના પાઇપના કારખાનામા), મહમદ મુજાહીદ અબ્દુલ જબાર (રહે. શાપર સરદાર ગ્રાઇન્ડ કારખાનાની ઓરડીમાં), રંજીત ગુલાબભાઇ શ્રીવાસ (રહે. શાપર મેઇન રોડ ડીલક્ષપાનની દુકાનની બાજુમાં), અજય શીવકુમાર શાહુ (રહે. આર્દશ સોસાયટી બી.૫૮ તા. લોધીકા), ને ઝડપી પાડી તમામ પાસેની અને પટ્ટમાંથી રોકડ 17,650ની રોકડ અને આઠ મોબાઈલ મળી કુલ રૂ.97650ની મત્તા કબજે કરી ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech