યુવકએ ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા પીડિતાએ અભ્યમ ટીમની મદદ લીધી
જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં , પીડીતા દ્વારા ૧૮૧ માં ફોન કરી મદદ માંગીને જણાવેલ કે છેલ્લા સાત માસથી તેઓ પ્રેમ સંબંધમાં બંધાયેલ હતા બાદમાં પીડીતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવક દ્વારા સંબંધ રાખવા ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી આપે છે અને અને ફોટો એડીટીંગ કરી બ્લેકમેલ કરે છે ને પૈસા માંગે છે આજે ૧૫૦૦ રૂપિયા લઈને બોલાવેલ છે એસટી બસ સ્ટેન્ડ પાછળ તેથી મદદની જરૂર છે.
તુરંત જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોચી યુવતીને આશ્વાશન આપવામા આવેલ અને કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે જણાવેલ કે તેને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબર જસ્તી સબંધ રાખવા દબાણ કરે છે અને પીડિતા દ્વારા ના પડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલી ને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેવી રીતે દબાણ કરાય છે.
દરમ્યાન યુવકે મળવા બોલાવેલ હોય ૧૫૦૦ રૂપિયા સાથે લઈને આવવા જણાવેલ હોય પરંતુ પીડિતાને ડર હોય કે યુવકને ૧૮૧ ટિમ વિશે જાણ થઈ જશે તો તે આવશે નહીં અને ફોટા વિડિયો વાયરલ કરી નાખશે તેથી ૧૮૧ ટીમે સુજબુઝ વાપરી વાન દૂર ઉભી રાખી ૧૮૧ ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાય ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ યોગ્ય મોકો જોઈને પકડી પાડેલ અને કડક શબ્દોમાં સમજણ આપેલ તેમજ ફોનમાંથી ફોટા એડીટીંગ તેમજ વિડિયો ડીલીટ કરવા ભવિષ્યમાં ક્યારે યુવતીને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચન કરેલ ત્યારે યુવક દ્વારા પોતાની ભૂલ સ્વીકારેલ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે પીડિતાને હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપેલ પરંતુ પીડિતા યુવકને કાયદાનું ભાન કરાવવા ઈચ્છતા હોય અને પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવેલ. આમ ૧૮૧ ટીમ દ્વારા સૂજબુજ સાથે કરવામાં આવેલ ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવી અને પીડિતા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech