ગુજરાત રાજય છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના કેસ ડબલ સેન્ચ્યુરી ફટકારીને મકકમ ગતિથી આગળ વધી રહ્યો છે.આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે. અત્યારે જે કેસો સામે આવી રહ્યા છે તે ઓમિક્રોનના સબ વેરિએન્ટ એલએફ.૭.૯ અને એકસએફજી હોવાનું સામે આવ્યું છે. પોઝિટિવ કેસ આવે એટલે જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
હાલ રાયમાં ૧૯૦ એકિટવ કેસ હતા, જે હવે વધીને ૨૨૩ને પાર થયા છે. ૨૨૩ એકિટવ ક્રોસ કરી ગયો છે. સૌથી વધુ અમદાવાદમાં ૧૪૫ કેસ છે યારે રાજકોટ શહેરમાં ૨૩ દર્દી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮ માસની બાળકીનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે; આ બાળકીની અત્યારે ઓકિસજનની સારવાર ચાલી રહી છે આ સિવાય સિવિલમાં અન્ય બે દર્દી દાખલ છે યારે સોલા સિવિલ હોસ્પિટલમાં એક સગર્ભા સહિત ત્રણ પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. આમ બે સિવિલમાં જ ગુજરાતમાં એક જ દિવસમાં ૩૩ એકિટવ કેસ વધ્યા છે, એ જ રીતે અમદાવાદ શહેરમાં ૧૪ એકિટવ કેસનો વધારો જોવા મળ્યો છે.
અત્યારે અમદાવાદ શહેરમાં ૧૪૫, રાજકોટ શહેરમાં ૨૩, જામનગર શહેર ૧૧, સુરત શહેર ૯, ભાવનગર શહેર ૭, કચ્છ ૬, મહેસાણા ૬, ગાંધીનગર શહેર ૫, બનાસકાંઠા, ભાવનગર અને ખેડામાં ૨–૨ કેસ તદુપરાંત જૂનાગઢ શહેર, પાટણ, રાજકોટ, સાબરકાંઠા અને વલસાડમાં એક એક કોવિડ એકિટવ કેસ છે. ૨૨૩ એકિટવ કેસમાંથી કેસ છે. ૨૨૩ એકિટવ કેસમાંથી ૨૧૦થી વધુ દર્દી હોમ આઈસોલેશનમાં છે યારે ૧૧ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, મલ્ટીપલ કો–મોડિબિટી ધરાવતી ૮ માસની બાળકી ઉપરાંત ૪૪ વર્ષીય પુષ અને ૬૭ વર્ષીય મહિલા દર્દી એમ ત્રણ કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે. સોલા સિવિલના સૂત્રો કહે છે કે, સોલામાં ત્રણ દર્દી દાખલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech