ભાવનગરમાં ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે હજાર કાપડની થેલી સામે ૫૦ હજાર ઝબલા એકત્ર કરવામાં આવ્યા હતા. સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી અને સહયોગી સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ પખવાડીઆની વિશિષ્ટ ઉજવણી કરીને દસ હજાર કાપડની થેલી સામે ૫ લાખ ઝબલા એકત્ર કરવામાં આવ્યા હતા. આ ધરતી ઉપર પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરવા માટેનો એક પ્રયાસ રૂપે શક્ય હોય ત્યાં સુધી કોઈપણ વસ્તુની ખરીદી જ્યારે તમે કરવા જાવ છો ત્યારે ઘરેથી કાપડની થેલી લઈને જાઓ, જેટલી પ્લાસ્ટિક બેગ એટલે કે ઝબલા ઓછા વપરાય તેટલું સારું છે.
અંતે આ ઝબલા બહાર કચરામાં નાખવાથી કેટલા બધા પ્રાણીઓ ખોરાક સાથે તેને ભૂલમાં ખાઈ જાય છે, આપણા પાણીના સંગ્રહ સ્થાનો, જળાશયોમાં ખૂબ પ્લાસ્ટિક ઉડીને જવાથી એ પ્રદૂષણ યુક્ત થાય છે.
લોકોએ ઝબલાના વપરાશને શક્ય એટલો ઓછો કરવા માટે સ્વચ્છ ભારત ભાવનગર મહાપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી દ્વારા એક પહેલ કરવામાં આવી છે જેમાં ૫૦ ઝબલા જો આપશો તો આપને એક કાપડની થેલી વિનામૂલ્યે આપવામાં આવશે કે જેની અંદર તમે સાતથી આઠ કિલોની વસ્તુઓ આરામથી ભરી શકશો અને આ થેલી તમે આરામથી તમારા પોકેટમાં કે તમારી કોઈપણ બેગમાં, બાઈકમાં રાખી શકશો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ૨૨ મી મે થી ૫ જૂન આ પખવાડીયામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવું તેમજ પ્લાસ્ટિક ઝબલા સામે કાપડની થેલીનો ઉપયોગ કરવો. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન - બી.એમ.સી. ના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી ના વિઝન્ અને માર્ગદર્શનથી આ પ્રોજેક્ટમાં રનર ગ્રુપ, ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નો સહયોગ થી દસ હજાર થેલી નું વિતરણ કરવામાં આવેલ જેના થકી ૫ લાખ ઝબલા ભેગા કરવામાં આવેલ છે.
૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ૩ કેન્દ્રો પાણીની ટાંકી વિક્ટોરિયા પાર્ક, ઘોઘા સર્કલ અખાડો, શિવાજી સર્કલ સેન્ટ મેરી સ્કૂલ પાસે એક હજાર થેલીનું વિતરણ કરી અને ૫૦ હજાર ઝબલા ભેગા કરવામાં આવ્યા હતા. ડો. તેજસ દોશી દ્વારા ૨૦૨૨માં શરૂ કરવામાં આવેલ આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૨ લાખ ૨૦ હજાર કાપડની થેલીનું વિતરણ અને ૧ કરોડ ૧૦ લાખ ઝબલા સોસાયટીમાંથી ઓછા કરેલ છે. તેના વિવિધ પ્રોજેક્ટ દ્વારા અત્યાર સુધીમાં ૫૦ લાખ કિલો પ્લાસ્ટિક રિસાયકલ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech