શહેરના નાના મવા મેઇન રોડ પર પોલીસે શંકાસ્પદ ઇકો કારને અટકાવી તલાસી લેતા તેમાંથી પિયા ૧.૦૫ લાખની કિંમતનો ૫૨૫ લિટર દેશી દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દેશી દાના આ જથ્થા સાથે જસદણના કનેસરામાં રહેતા શખસને ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો અને કાર સહિત ૨.૫૫ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ શખસ અહી કોને માલ આપવા આવતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઈની રાહબરી હેઠળ પી.એસ.આઇ એસ.એમ.સીન્ધી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ મયુરદાન બાટી અને જયદીપસિંહ ભટ્ટીને મળેલી બાતમીના આધારે નાના મવા મેઈન રોડ પર એક શંકાસ્પદ ઇકો કારને અટકાવી હતી. પોલીસે આ કારની તલશી લેતા તેમાંથી ૫૨૫ લિટર દેશી દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે જસદણના કનેસરા ગામે રહેતા જીતુ પાલાભાઈ પરમાર (ઉ.વ ૩૫) ને ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો, ઈકો કાર સહિત કુલ પિયા ૨.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી આ શખસ અહીં દાનો જથ્થો કોને આપવા માટે આવતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech