અમરેલીના લાઠી તાલુકાના લુવારિયા ગામે એક દર્દનાક ઘટના સામે આવી છે. ગઈકાલે મોડીરાત્રે સિંહે 22 વર્ષના યુવાન પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએમ કર્યા બાદ મૃતકની અંતિમવિધિ વહેલી સવારે કરી દેવામાં આવી હતી. સ્થાનિક વન વિભાગના અધિકારીઓ જાણતા હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા વનવિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મળતી માહિતી પ્રમાણે લુવારીયા ગામમાં સિંહોની અવરજવર વધી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મોડીરાત્રે સિંહ દર્શન દરમિયાન આ ઘટના બની છે. મૃતક યુવાનનું નામ અરદીપભાઈ જસ્ફુભાઈ ખુમાણ (ઉં.વ. 22) હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને વનવિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ ઉચ્ચ અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech