ભાવનગરમાં ગમે ત્યારે દારૂ જોઈએ એટલો મળી જાય છે. ખુલ્લેઆમ દારૂની હેરફેર થઈ રહી છે. આજે બાતમી આધારે પોલીસે રોડ પરથી જ ભારતીય બનાવટનો ઈગ્લીંશ દારુની બોટલો નં-૨૬૪ કિ.રૂ.૧,૪૮,૧૦૪ સહિત કુલ કિ.રૂ.૬,૪૮,૧૦૪નો મુદ્દામાલ ગણેશગઢ ગામ પાસેથી ઝડપી લઇ વેળાવદર (સનેસ) પોલીસ ટીમ કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરના વેળાવદર (સનેસ) પોલીસ સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન ખાનગી બાતમી આધારે ગણેશગઢ ગામ પાસે જી. જે. ૦ ૪- ઈ. જે.૨૦૯૭ નંબર ની કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી, જે કાર ખોલી ચેક કરતા ૭૫૦ ખ.ક. ટોટલ બોટલ નંગ ૨૮૪ (કિંમત રૂપિયા ૧,૪૮,૧૦૪) ઝડપાઈ હતી. પોલીસે કારની કિંમત રૂપિયા ૫ લાખ ગણી કુલ રૂપિયા ૬.૪૮,૧૦૪નો મુદામાલ કબજે લીધો હતો. તેમજ કારના ચાલક સામે વેળાવદર ભાલ પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech