સિહોરના ઘાંઘળી નજીકથી ચરસ-ગાંજાના ઝડપાયેલા જથ્થા મામલે પરપ્રાંતિય મહિલા ઝડપાઈ

  • March 30, 2024 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર એસઓજી પોલીસે સિહોરના ઘાંઘળી ખાતેથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા એક મહિલાનું નામ ખુલવા પામ્યું હતું. સિહોર તાલુકાના ઘાંઘળી ગામે પાંચ દિવસ પૂર્વે ૫.૬૮ લાખની કિંમતના ઝડપાયેલો ચરસ અને ગાંજાના જથ્થામાં ભાવનગર એસઓજીની ૧ ટીમે મૂળ બિહાર અને હાલ ગાંધીનગર ખાતે રહેતી મહિલાનું નામ ખુલવા પામતા વડોદરાથી ઝડપી લીધી હતી. 


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઘાંઘળી ગામે નવું પરૂ, આમલીફળી રહેતો હિંમત ઉર્ફે ભડુ બાબુભાઈ નામના શખ્સને તેના રહેણાંક ૩.૬૮૪ કિલોગ્રામ ચરસની ગોળી નં.૧૦૪ જેની કુલ કિંમત રૂપિયા ૫,૫૨,૬૦૦ વનસ્પતિજન્ય ગાંજાની ભુકી ૧૫૨૨ કિ.ગ્રા જેની કિ.રૂા.૧૫,૨૦૦ કુલ રૂા. ૫,૬૭,૮૦૦ તેમજ મોબાઈલ સહીત મળી કુલ રૂપિયા ૫,૬૮,૩૨૦ના મુદ્દામાલ ઝડપી લોધો હતો. જેની પૂછતાછ કરતા મીનાદેવી ચુડાસમા શિવકુમાર ચંદીકા મહતો નામની મહિલાનું નામ ખુલ્યું પામ્યું હતું. જેથી ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મહિલાને પકડી અને પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જે દરમિયાનમાં આ મહિલા વડોદરા ખાતે કિ. હોવાની ચોક્કસ બાતમી મળતા એસઓજી સ્ટાફની ટીમે વડોદરા દોડી જઈ એનડીપીએસના ગુનામાં ફરાર મીનાદેવી મહતો (ઉ.વ.૫૦, રહે, રામજી બબાજી ચાવડાના મકાનમાં, ઝાલાપરવાસ, અડાલજ, ગાંધીનગર, મુળ બનૌરા ગામ, બંધૌલી પંચાય, પોસ્ટ ઉસરી બજાર, થાના બૈકુંઠપુરા, જિ.ગોપાલગંજ, બિહાર)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application