રાજકોટ નજીક કુવાડવા હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે એલસીબી ઝોન–૧ની ટીમે ૨૨.૯૫ લાખનો વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે બે ચાલકને ઝડપી લીધા છે. જયારે અઠગં બુટલેગર પોલીસને જોઇને ટ્રકમાંથી નાસી છૂટયો હતો. દારૂ મગાવના સૂત્રધાર સહિતનાની શોધખોળ હાથ ધરાઇ છે. બાડમેરથી દોઢ લાખના ઉંચા ભાડાની લાલચે બન્ને ડ્રાઇવર ટ્રકમાં દારૂ ભરીને રાજકોટ પહોંચે તે પહેલા જ ઝડપાયા હતાં.
રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરીને ટ્રક આવવાની એલસીબી ઝોન–૧ની ટીમને માહિતી મળી હતે જે આધારે પીએસઆઇ બી.વી.બોરીસાગર, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા સહિતની ટીમે વોચ ગોઠવી હતી. જીજે–૨૫યુ–૫૩૮૨ નંબરનો ટ્રક અટકાવ્યો હતો. પોલીસ ટ્રક અટકાવતા એક શખસ નાસી છુટયો હતો. ટ્રકની તલાશી લેતાં સિરામીક કંપનીમાં વપરાતા પાઉડરની ગુણો ટ્રકમાં ભરેલી હતી અને નીચેથી ૨૨.૯૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભાણવડના મોખાણા ગામના બે ટ્રક ચાલક હિરા ચના સાવધારીયા તેમજ નાથા બિજલ સાવધારીયાને પકડી પાડયા હતાં. બન્નેની પુછતાછમાં ટ્રકમાંથી નાસી છુટેલો શખસ નવાગામના રંગીલા સોસાયટીમાં રહેતો નામચીન બુટલેગર જેન્તી રાઘવ ચૌહાણ હોવાનું જાણવા મળતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે. ટ્રકમાં બાડમેરથી દારૂ ભરાયો હતો અને વોટસએપ કોલ મારફતે કયાં પહોંચવાનું તેની સુચના મળતી હતી. રાજકોટનો બુટલેગર નાસી છુટયો હોય તેણે અન્ય શખસ સાથે મળીને આ જથ્થો મગાવ્યો હોવાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech