જે વસ્તુ આપણને દેખાવમાં સામાન્ય લગતી હોય તે કેટલી અસામાન્ય છે કે પછી મોતની કગાર પર લઈ જઈ શકે તેમ છે તે સત્ય સામે આવે ત્યારે ઘણી વાર તો શરીરના રુવાડા ઉભા થઈ જાય. ચીનમાં એક મહિલા 20 વર્ષથી હથોડી સમજીને જેનાથી મસાલા પીસતી, ખીલી લગાડતી કે અખરોટ ફોડવાનું કામ કરતી હતી એ હથોડો નહી, હેન્ડ ગ્રેનેડ હતું.આ સત્ય સામે આવ્યા પછી મહિલાના ઘડીભર તો હોશ જ ન રહ્યા, કે તે રોજ દારૂગોળો જ પીસતી હતી. જો કે આટલા વર્ષોમાં કોઈ જાનલેવા ઘટના ન બની એ ચમત્કાર જ ગણી શકાય.
ઘણી વખત લોકો અજાણતા કંઈક એવું કરી નાખે છે જેનાથી તેમનો જીવ પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં આવા લોકોને સારા નસીબ જ બચાવે છે. એક દિવસ એક ચીની સ્ત્રીને ખેતરમાં કંઈક એવું મળ્યું જે લાકડાના હેન્ડલ સાથે હથોડા જેવું હતું. મહિલા તેને ઘરે લાવી અને તેનો ઉપયોગ મરચાં પીસવા, ખીલ્લી ખોદવા કે પછી અખરોટ તોડવા સુધીના કામ માટે કરતી હતી. કિન નામની મહિલાને આ હથોડાનું ડરામણું સત્ય ત્યારે સામે આવ્યું જ્યારે મહિલાના જૂના મકાનને તોડવાનું કામ કરતા લોકોની ટીમે આ હથોડો જોયો.બાદમાં પોલીસને જાણ કરવામાં આવી અને હથોડો કબજે લેવાયો અને તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આટલા વર્ષ સુધી ગ્રેનેડના લાકડાના હેન્ડલ વર્ષોના ઉપયોગથી સરળ અને ચળકતા બની ગયા હતા, જ્યારે તેની ટોચ દારૂગોળાથી ભરેલી હતી.મકાનની પાડતોડ કરતા કામદારોએ અધિકારીઓને હેન્ડ ગ્રેનેડ વિશે ચેતવણી આપ્યા પછી, હુઆંગબાઓ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગ્રેનેડ કબજે લીધું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech