બાળકીએ ચિસાચીસ કરી મુકતાં બે મહિલાઓએ દોડી આવી શ્વાનના કબજામાંથી બાળકીને મુક્ત કરાવી
જામનગર માં જોડીયા ભુંગા વિસ્તારમાં પરમદિને બપોરે પગપાળા ચાલીને જઈ રહેલી એક દસ વર્ષની માસૂમ બાળકી પર બે રસ્તે રઝળતા શ્વાનોએ નિશાન બનાવી લીધી હતી, અને માસુમ બાળકીને પિંખી નાખી હતી. જે ઘટનાથી ભારે હડકંપ મચી ગયો હતો.
પોતાના ઘર પાસેથી નીકળીને બાળકી આંગણવાડી પાસેથી પસાર થઈ રહી હતી, દરમિયાન બન્ને શ્વાન ધસી આવ્યા હતા, અને બાળકીને બટકા ભરવાનું શરૂ કર્યું હતું, જેથી તેણીએ ભારે ચીસા ચીસ કરી મૂકી હતી.
દરમિયાન આસપાસના વિસ્તારમાં રહેતી બે મહિલાઓ દોડી આવી હતી, અને બાળકીને શ્વાના કબજા માંથી છોડાવી લીધી હતી, અને શ્વાનને ભગાડી મૂક્યા હતા, જેથી બાળકી નો બચાવ થયો હતો.
જો કે તેણી ઇજાગ્રસ્ત બની હોવાથી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવી પડી હતી. જો કે હાલ બાળકી ભયમુક્ત છે. ઉપરોક્ત વિસ્તારમાં આંગણવાડી આવેલી હોવાથી તે આંગણવાડીના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાથી તેનો વિડીયો ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વાયરસ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech