લાલપુરના નાંદુરી ચોકડી પાસેથી એક પરપ્રાંતીય શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે સ્થાનીક પોલીસે પકડી લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી વણ શોધાયેલ ચોરીના ગુનાના આરોપીઓને શોધી કાઢવા તેમજ જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઇ જામનગર ગ્રામ્ય વી.એસ. પટેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓ પકડી પાડવાની અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, લાલપુર પીએસઆઇ એસ.પી. ગોહીલ, ગુનાના કામેની તપાસમાં હતા.
દરમ્યાન સ્ટાફના એચ.કે. મકવાણા, જયપાલસિંહ જાડેજા અને સોમાભાઇ મોરી પેટ્રોલીંગમાં હતા ત્યારે બાઇક સાથે એક શખ્સ નાંદુરી ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં ઉભો છે એવી બાતમી મળતા ત્યાં દોડી જઇ તપાસ કરી હતી અને પોકેટકોપ મોબાઇલની મદદથી મોટરસાયકલ નં. એમપી૬૯ઝેડએ-૬૨૮૬ સર્ચ કરતા આ મોટરસાયકલ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદના કામે અટકમાં લઇ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસ દ્વારા હાલ નાંદુરી ગામે આહીરની વાડીમાં રહેતા મુળ એમપી અલીરાજપુરના ટોકરીયા જીરન ગામના સુરેશ રામસીંગ પહાડીયા (ઉ.વ.૨૧) નામના શખ્સને પકડી પાડી ૬૦ હજારની કિંમતનું ચોરાઉ મોટરસાયકલ કબ્જે લીીધુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech