રાજકોટમાં તરખાટ મચાવનાર રીક્ષા ગેંગના એક સભ્યને પોલીસે ઝડપી લીધો હતો. જેની પુછતાછ કરતા તેની સાથે અન્ય બે શખસો પણ સામેલ હોવાનું અને આ ટોળકીએ ચાર મુસાફરોને લૂંટી લીધા હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી રીક્ષા કબજે કરી અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, વાવડી રોડ પર ન્યુ જય નગર ભારત સોસાયટી શેરી નંબર ૧૨ ના ખૂણા પર રહેતા પ્રેમજીભાઈ મકવાણાને રૈયા ચોકડીએથી રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રોકડ પિયા ૧૨ હજાર સેરવી લેવામાં આવ્યા હતા. રીક્ષા ગેંગનો તરખાટ દિવસને દિવસે વધી રહ્યો હોય દરમિયાન એલસીબી ઝોન–૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા તથા ટીમે આ મામલે તપાસ હાથ ધરી મળેલી હકીકતના આધારે રીક્ષા ગેંગના સભ્ય સંજય મગનભાઈ બાંભણિયા (રહે. આજીડેમ પાસે માંડાડુંગર ઢાળ નજીક) ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રોકડ પિયા ૧૨૦૦૦ તથા ગુનાના ઉપયોગમાં લેવાયેલી રીક્ષા કબજે કરી હતી.
ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા તેની સાથે ભૂરા શામજીભાઈ સિંધવ અને ઠેબો સરાનીયા (રહે. બંને આજીડેમ પાસે માંડા ડુંગરના ઢાળ નજીક) ના નામ ખુલ્યા હતા. ઝડપાયેલા સંજય તથા તેની ટોળકીએ એક માસ પહેલા રૈયા ચોકડી નજીકથી મુસાફરને બેસાડી પિયા ૯,૦૦૦, ૨૫ દિવસ પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી મુસાફરને બેસાડી પિયા ૫૫૦૦,માંડાડુંગર ચોકડીએથી મુસાફરને બેસાડી .૩,૦૦૦ ઉપરાંત અલગ અલગ જગ્યાએથી પેસેન્જરને બેસાડી ખિસ્સામાંથી પાકીટ અને રોકડ સેરવી લીધાની કબુલાત આપી હતી. આરોપી સંજય વિદ્ધ અગાઉ મારામારી અને ચોરી સહિતના ગુના નોંધાઈ ચૂકયા છે. ૨૦૨૪ માં પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂકયો છે. યારે અન્ય આરોપી ભુરા વિદ્ધ શાપર, કાલાવડ અને રાજકોટના પોલીસ સ્ટેશનમાં ચોરી,મારામારી સહિતના ચાર ગુના નોંધાયા છે. આ ટોળકી રિક્ષામાં મુસાફરને બેસાડા બાદ ઉલટી ઉબકાના બહાને મુસાફરના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech