પોરબંદર પંથકના ઇસમોની ગોધરા નજીક ૬૬.૫૭ લાખની દાની હેરાફેરી ઝડપાઇ છે જેમાં પોરબંદરના ટ્રકમાલિક, રાણાવાવના ટ્રક ડ્રાઇવર અને માલ મંગાવનાર ભાણવડના પાસ્તર ગામના શખ્શ સામે કાર્યવાહી થઇ છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે ગોધરા તાલુકાના ચુંદડી ગામ પાસે નાકાબંધી કરી મોટી માત્રામાં વિદેશી દાનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે દાનો જથ્થો અને ટ્રક મળીને કુલ ા. ૯૭ લાખનો મુદ્ામાલ કબ્જે લીધો હતો. ભાણવડ પંથકના શખ્શે આ દાનો જથ્થો મંગાવ્યાનુ બહાર આવ્યુ છે. જેથી તેને ઉપરાંત ટ્રકમાલિક સહિતનાઓને એસ.એમ.સી.એ વોન્ટેડ જાહેર કરી તપાસ આગળ ધપાવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે બાતમીના આધારે એક ટ્રકમાં સોયાબીનની બોરીઓની આડમાં વિદેશી દાનો જથ્થો ભરીને ટ્રક દાહોદથી ગોધરા તરફ આવી રહી છે. પોલીસે ગોધરાના ચુંદડી ગામ પાસે નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી. જેમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સોયાબીનના જથ્થા નીચે વિદેશી દાનો જથ્થો સંતાડયો હતો, પોલીસ દ્વારા ા. ૬૬.૫૭ લાખનો ૧૬,૭૩૦ બોટલ વિદેશી દાનો જથ્થો ઝડપી પાડયો હતો.
તેની સાથે જ ટ્રક અને અન્ય સાધનો મળી કુલ ા. ૯૭ લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. પોલીસની ટ્રેપ દરમ્યાન રાજુ ઉર્ફે દેવો ખીમાભાઇ મોરી (રહે. રાણાવાવ, પોરબંદર) નામના ચાલકની અટકાયત કરી હતી. જ્યારે રાજસ્થાનથી દાનો જથ્થો મોકલનાર, ટ્રક માલિક ભાવેશ મેરામણ કોડીયાતર (રહે. પોરબંદર)અને દાનો જથ્થો મંગાવનાર રાજુ અમરાભાઇ કોડીયાતર (રહે. પાસતર, તા. ભાણવડ) સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકમાં એસ.એમ.સી.એ ગુન્હો દાખલ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech