વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફડ બ્રાન્ચના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યુનિવર્સીટી રોડ ઉપર ઇન્દિરા સર્કલ પાસે આવેલા પીઝા કન્ટ્રીમાં તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ગાર્લિક બ્રેડનો કુલ પાંચ કિલો અખાધ જથ્થો મળી આવતા તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ કિચનમાં બેફામ ગંદકી જોવા મળતા હાઇજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય રીતે સ્ટોરેજ કરવા તેમજ લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી.
તેમણે ઉમેયુ હતું કે રૈયા રોડ ઉપર હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્યચીજોના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.જેમાં ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં શ્યામ શીંગ એન્ડ નમકીન,મહાદેવ એજન્સી, હરભોલે ટ્રેડીંગ, જલીયાણ પ્રોવિઝન સ્ટોર સહિતના ચારને ફડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તદઉપરાંત મુરલીધર ફરસાણ, પારસ સ્વીટ, પારસ નમકીન, હરભોલે ડેરી ફાર્મ, કુમાર ખમણ, સમ્રાટ ખીં, ભગવતી પ્રોવિઝન સ્ટોર, જલીયાણ પ્રોવિઝન સ્ટોર, જલારામ નમકીન, કૌશર બેકરી, જય સિયારામ શોપિંગ સેન્ટર, ઠક્કર નમકીન, જય બાલાજી ફરસાણ, જય બાલાજી ફરસાણ, જય હિંગળાજ રેસ્ટોરેન્ટ, જામનગરી ઘૂઘરા તેમજ કસ્તુરી ફડસની ચકાસણી કરવામાં આવી હતી
રાણી સિંગતેલ–કપાસિયા તેલના સેમ્પલ લેવાયા
રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચ દ્રારા ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ (૧) રાણી ગોલ્ડ ફિલ્ટર્ડ ગ્રાઉન્ડ નટ ઓઇલ ૧૫ કિલો ટીન પેકિંગનું સેમ્પલ તેમજ (૨) રાણી ગોલ્ડ ફિલ્ટર્ડ કોટનસીડ ઓઇલ ૧૫ કિલો ટીન પેકિંગનું સેમ્પલ સહિતના બે સેમ્પલ કનેરિયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, શોપ નં.૫, અપૂર્વ કોમ્પ્લેક્ષ, સદગુ તીર્થધામની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યા હતા જે પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું મ્યુનિ.ફડ બ્રાન્ચએ જાહેર કયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech