જેતપુરમાં અમરનગર રોડ પર શ્રીજી સ્કુલ પાસે રહેતા વિપુલ રણછોડભાઇ સોજીત્રા (ઉ.વ ૪૮) નામના સોના ચાંદીના વેપારીએ જેતપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કશ્યપ રામાણી નામના શખસનું નામ આપ્યું હતું. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને જેતપુરમાં એમ.જી.રોડ પર પટેલ ગોલ્ડ નામની દુકાન આવેલી છે. ગત તા.૬/૩ ના સાંજના પાંચેક વાગ્યે તેમની દુકાને તે તથા તેમનો પુત્ર ધ્રુવ, દુકાનમાં કામ કરનાર પ્રવિણભાઇ ચૌહાણ, હર્ષદભાઇ મકવાણા સહિતના હાજર હતા, દરમિયાન આરોપી અહીં દુકાને આવી ૨૪ કેરેટની સોનાની લગડી જોઇએ અને અત્યારે મળી જશે ? તેમ કહેતા વેપારીએ હા કહી હતી. દસ તોલા લગડીના ભાવ રૂ.૮.૮૪ લાખ કહ્યા હતાં. જેથી પોતાને કશ્યપ રામાણી કહેનાર આ શખસે હા કરી રૂ.૫૦ હજાર રોકડા આપ્યા હતાં. અને કહ્યું હતું કે બિલ અને લગડી તમે જીમખાના કોમ્પલેકસમાં મોકલી આપજો, મારે થોડું મોડું થાય છે. અને ઝડપ કરાવજો મારે પુજામાં બેસવાનુ છે. બાકીનું પેમેન્ટ તમને ત્યાં જ કરી આપીશ.
બાદમાં સોનાની લગડી તૈયાર થઇ જતા વેપારીનો પુત્ર ધ્રુવ અને સાથે કામ કરનાર હર્ષદભાઇ જીમખાના કોમ્પલેકસ પાસે ગયા હતાં. અહીં કશ્યપ આવ્યો હતો અને સોનાની લગડી તેને આપતા પૈસા ગાડીમાં પડયા છે, હું લઇને આવું તેમ કહી ફોનમાં વાત કરતા કરતા જીમખાના ગ્રાઉન્ડ તરફ ગયા બાદ પરત આવ્યો ન હતો. જેથી કશ્યપ ના મોબાઈલ પર કોલ કરતા તે મોબાઈલ બંધ આવતો હતો, આ બાબતે શોધખોળ કરતા તેનો કોઇ પતો ન લાગતા છેતરપિંડી થઈ હોવાનું લાગતા અંતે આ શખસ રૂ.૫૦ હજાર આપી રૂ. ૮.૮૪ લાખની સોનાની લગડી ગયા અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે મોબાઈલ નંબર સીસીટીવી ફૂટેજના આધારે કશ્યપ રામાણી નામધારી ગઠીયાને સકંજામાં લઈને તેના તેના નામની ખરાઈ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech