ભાવનગર બાંદ્રા ટ્રેનમાં સોનગઢ આવી રહેલા મહિલાનું પર્સ કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી નાસી છૂટ્યો હતો. મુંબઈના કાંદીવલીમાં રહેતુ દંપતી ભાવનગર બાંદ્રા ટ્રેઈનમાં સોનગઢ આવી રહ્યુ હતું તે વેળાએ મહિલાએ સુતી વેળાએ તેના માથા નિચે રાખેલુ પર્સ જેમાં રોકડ અને મોબાઈલ રાખેલા હતા. જે કોઈ ચોરી કરી ગયું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર તરફ બાંદ્રા ટ્રેનમાં આવી રહેલા દંપત્તિની સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચોરીની ઘટના બની હતી. મુંબઈના કાંદીવલી ઈસ્ટની પ્રણવવિધ્યા સોસાયટીમાં રહેતા ચેતનભાઈ કિશોરચંદ્ર શેઠે ધોળા રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ અને તેના પત્ની મનિષાબેન ભાવનગર-બ્રાંદ્રા ટ્રેનમાં રિઝર્વેશન કરવી સોનગઢ આવવા નિકળ્યા હતા. તે વેળાએ રાત્રીના તેઓના પત્ની બે મોબાઈલ અને રોકડ રાખેલ પર્સ તેના માથા નીચે મુકી સુઈ ગયા હતા. અને સવારે સાત કલાકના ધોળા રેલ્વે સ્ટેશન આવતા તેઓએ જાગીને જોયુ તો કોઈ શખ્સ માથા નિચે રાખેલુ બે મોબાઈલ અને રોકડ રૂા. પાંચ હજાર સાથેના પર્સની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જે બનાવ મામલે ધોળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech