રાજકોટની ભાગોળે આજરોજ સવારના સુમારે જીવલેણ અકસ્માતની ઘટના બની છે. કાલાવડ રોડ પર ન્યારી ડેમના પુલ પાસે બે આંખલા લડી રહ્યા હોય દરમિયાન બાઇક ચાલક તેને તારવવા જતા બાઈકની પાછળ બેઠેલ યુવાન બાઈક પરથી નીચે પડકાયો હતો. દરમિયાન અજાણ્યા વાહન હેઠળ કચડાઇ જવાથી યુવાનનું ઘટનાસ્થળે છે કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે બાઈક ચલાવનાર યુવકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટમાં રહેતા આ બંને યુવાનો મેટોડા જીઆઇડીસીમાં આવેલી કંપ્નીમાં નોકરી કરતા કરતા હોય સવારે નોકરી પર જવા માટે નીકળ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડ રોડ પર ન્યારી ડેમના પુલ પાસે આજરોજ સવારના સુમારે અકસ્માતની આ ઘટના બની હતી જેમાં બાઈકચાલક નિતીન રાઠોડ (ઉ.વ 27) અને બાઇક પર પાછળ ચિરાગ ચીકાણી(ઉ.વ 35) બેસી બંને મેટોડા જઇ રહ્યા હતાં. નિતીન બાઈક ચલાવી રહ્યો હતો દરમિયાન અહીં ન્યારી ડેમના ફુલ પાસે પહોંચતા બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હોય બાઈક ચાલક અહીં સાઈડમાંથી બાઈક કાઢવા જતા કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થતા બંને રોડ પર પટકાયા હતા જેમાં બાઈક પાછળ બેઠેલ ચિરાગ ચીકાણી રોડ પર પટકાતા આ જ સમયે અહીંથી પસાર થયેલા અજાણ્યા વાહનની હેઠળ આવી જતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવનાર નીતિન રાઠોડને ઈજા પહોંચતા તેને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સવારના સુમારે બનેલી અકસ્માતની આ ઘટનાના પગલે અહીં ટ્રાફિકજામ થઈ ગયો હતો. તો બીજી તરફ પોલીસ પોલીસ પણ તાકીદે અહીં આવી પહોંચી હતી પોલીસે અહીં ટ્રાફિક પ્લેયર કરાવી અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનના મૃતદેહ અને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર ચિરાગ ચીકાણી અને ઇજાગ્રસ્ત થયેલ નીતિન રાઠોડ બંને રાજકોટમાં રહેતા હોય અને મેટોડા જીઆઇડીસી પાસે આવેલી યુનાઇટેડ નામની ફેક્ટરીમાં કામ કરતા હતા. આજરોજ સવારના બંને નોકરીએ જવા માટે નીકળ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.
અકસ્માત બાદ પુલ પર ટ્રાફિકજામ
કાલાવડ રોડ પર આવેલા ન્યારી ડેમમાં પુલ પાસે સવારના સુમારે બનેલી અકસ્માતની આ ઘટના બાદ અહીં ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી મેટોડા પોલીસ તાકીદે અહીં આવી પહોંચી હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. બાદમાં મોતને ભેટનાર આ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech