બાબરા તાલુકાનાં ધરાઇ વાવડી અને મોટા દેવળીયા વચ્ચે કાર પલ્ટી ખાઈ જતા સર્જાયેલ અકસ્માતમાં હાલ સુરત રહેતા મુળ ધરાઇનાં મિકેનિક એન્જિનિયર એવા આશાસ્પદ યુવાનનું મોત નિપજતા ગમગીની ફેલાઈ હતી.બનાવની કણતા એ હતી કે અકસ્માતમાં મોતને ભેંટેલો યુવાન પરીવારનો એકનો એક પુત્ર હતો.આવતા મંગળવારે તેની સગાઇ થનાર હતી. અકસ્માત સમયે યુવાનનો પરીવાર ચાર ધામ યાત્રાએ ગયો હોય બનાવની જાણ કરાઇ હતી.
બનાવની પ્રા વિગત મુજબ મુળ ધરાઇ વાવડીનાં અને હાલ સુરત રહેતા કીનલ હિંમતલાલ વીરડીયા ઉ.૨૩ દેવળીયા રહેતા મિત્ર દિવ્યેશભાઈની સગાઇ હોય બાબરાથી કેક લઈ કારમાં દેવળીયા જઇ રહ્યા હતા. કીનલ કાર ચલાવી રહ્યો હતો અને અન્ય મિત્ર વિશ્નેશ પાછળ કેક લઈ બેઠો હતો. દેવળીયાથી થોડે દુર અચાનક કાર પલ્ટી ખાઈ જતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પંહોચતા કીનલનું મોત નિપયું હતુ.યારે વિશ્નેશને ઇજા પંહોચી હતી.બનાવની જાણ થતા સગા સ્નેહીઓ ઘટના સ્થળે દોડી ઉઠા હતા.અને કીનલનાં મૃતદેહ અને ઇજાગ્રસ્ત વિશ્નેશને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડા હતા.બનાવ સમયે કીનલનાં માતા પિતા સહીતનો તેર વ્યકિતઓનો પરીવાર ચાર ધામ યાત્રાએ હોય તેઓને જાણ કરાઇ હતી.કીનલની સગાઇ આવતા મંગળવારે થવાની હતી.પરંતુ ઈશ્ર્વરે કંઈક અલગ જ ધાર્યુ હોય તેમ પરીવાર યાત્રાએ ગયો હોય પાછળ થી અરમાન ભર્યા યુવાનનું અકાળે મોત નિપયું હતું.બનાવ નાં પગલે પરીવાર શોકમ બન્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech