કેશોદમાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને યુવકને છરીના ઘા ઝીકી દેવાતા ઘવાયેલા યુવકને પ્રથમ કેશોદ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકના ભાઈએ સાબિર નામના શખ્સને .૩૫૦૦૦ ઉછીના આપ્યા હતા આ પૈસાની ઉઘરાણી કરતા છરીથી હત્પમલો કર્યેા હતો.
બનાવની મળતી વિગત મુજબ કેશોદના મોવાણા દરવાજા પાસે રહેતો ઈલ્યાસ આરબભૌ સુફિયા (ઉ.વ.૩૨)નો યુવક બપોરે બે વાગ્યાના અરસામાં આંબાવાડી વિસ્તારમાં હતો ત્યારે શાબિરએ બોલાચાલી કરી છરી વડે હત્પમલો કરતા યુવકને હાથે પગે છરીના ઘા લાગી જતા સારવાર માટે પ્રથમ કેશોદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી.
યુવકના પરિવારજનોના કહેવા મુજબ ઈલ્યાસ ફાઉન્ટેન મશીન રિપેરિંગનું કામ કરે છે, થોડા સમય પહેલા ઇલ્યાસના ભાઈ સમમૂલએ શાબીર દલને .૩૫૦૦૦ ઉછીના આપ્યા હતા જે પૈસાની ઉઘરાણી વારંવાર કરવા છતાં આપતો ન હોય અને શાબીર પોતાને પૈસા લેવાનું કહી સામી ઉઘરાણી કરતો હતો. ગઈકાલે ઈલ્યાસ આંબાવાડી વિસ્તારમાં હતો ત્યારે શાબીર જોઈ જતા છરીથી હત્પમલો કર્યેા હતો. વધુ તપાસ કેશોદ પોલીસે હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech