મધ્યપ્રદેશના દમોહમાં આજે મંગળવારે એક ટ્રકે એક ઓટોને ટક્કર મારી હતી, જેમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના કરુણ મોત થયા હતા. ઓટોમાં 10 લોકો સવાર હતા. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે, દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના સમન્ના ગામની સામે બંદકપુર રોડ પર આ અકસ્માત થયો હતો. જેમાં ઓટોને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારી હતી.
જેસીબી દ્વારા ઓટો ટ્રકની નીચેથી હટાવી
મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે ઓટો ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી. આ ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જેસીબી વડે ટ્રકની નીચે ફસાયેલી ઓટોને બહાર કાઢવામાં આવી હતી. ઓટોમાં કુલ 10 લોકો સવાર હતા. હાલમાં એ જાણવા મળ્યું નથી કે ઓટોમાં સવાર લોકો કોણ છે, તેઓ ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જતા હતા? પોલીસ મૃતકો અને ઈજાગ્રસ્તોની શોધખોળ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech