ગોંડલના ભોજપરા વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરમાંથી રૂ. 3.48 લાખની મત્તાની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી નાંખ્યો છે. વુધ્ધાના ઘરમાંથી તેની બહેનપણીના પુત્રએ જ હાથફેરો કર્યો હતો. પોલીસે તેને ઝડપી લઇ તેની પાસેથી રૂ.૧.૯૧ લાખની મત્તા કબજે કરી હતી.
વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ગોંડલના ભોજપરાના વૃંદાવનનગરમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા ભાવનાબેન રમેશભાઇ દોશીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલિસમા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા-૧૬/૦૫/૨૫ ના સવારના સાડા છ વાગ્યે તેઓ ધારી ખાતે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાંથી પરત આવતા મકાનના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. જેથી મકાનમાં તપાસ કરતા રૂ. 2.10 લાખની રોકડ, પંદર વર્ષ જુના સોનાના દાગીના જેમાં સોનાના પાટલા જેની કિંમત રૂ. ૬૬ હજાર, સોનાની વીંટી બે નંગ, સોનાની બુટી એક જોડી જેની કિંમત રૂ. 11 હજાર, સોનાના છીપવાળા પાટલા એક જોડી, ચાંદીનો જુડો, મંગળસુત્ર, સાકળા, ચાંદીનો સેટ, મોતીનો સેટ, માળા, વીટી, મોતીની બંગડી એમ આશરે રૂ. 1.38 લાખના દાગીના મળી કુલ રૂ.3.48 લાખની ચોરી થઇ ગયાની જાણ થતાં વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી.
પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી
ચોરીના આ બનાવને લઇ રાજકોટ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહિલના તથા ટીમે તપાસ હાથ ધરી હતી. બાતમીદારો મારફતે હકીકત મેળવતા એક શંકાસ્પદ શખ્સ એક્ટિવા મોટરસાયકલ જેના નંબર જીજે-03-એલજે-8473 સાથે બનાવ સમયે બનાવ સ્થળે હાજર હોવાની જાણ થઇ હતી. જે વાહન અંગે પોકેટકોપથી માહિતી મેળવી વાહનની વોચ ગોઠવતા ગોંડલનું આશાપુરા ચોકડી નજીક મામાદેવના મંદિર પાસેથી કુલ રૂ. 1,91,300 ના મુદ્દામાલ સાથે મનન ઉર્ફે મન રશ્મિકાંત કોઠારી(ઉ.વ.21 રહે.નાનીબજાર, શ્રીમાળી શેરી, દેરાશેરી, ગોંડલ, રાજકોટ)ની ઉઠાવી પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત આપી હતી.
આરોપીનો વૃદ્ધાના ઘરે આવરો જાવરો હતો
ચોરીમાં ઝડપાયેલો આ શખસ બનનાર વૃદ્ધાની બહેનપણીનો પુત્ર હોય અને વૃદ્ધાના ઘરે આવરો જાવરો હોવાથી રોકડ અને દાગીના અંગે તેની પાસે બધી માહિતી હતી. જેથી પોતાના મોજશોખ પુરા કરવા તેણે તક મળતા જ વુધ્ધાના ઘરમાં હાથફેરો કરી લીધો હોવાની કબુલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech