90 કિમી સાઇકલ ચલાવી, 1.9 કિમી સ્વિમિંગ અને 21 કિમી રનિંગ કર્યું
બોલિવુડ અભિનેત્રી સૈયામી ખેરે જર્મનીમાં રીતસર તહેલકો મચાવી દીધો છે અને સૈયામી જર્મનીના બર્લિનમાં આયર્નમેન 70.3 પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. સૈયામી સિવાય આયર્નમેન ટ્રાયથલોનમાં ભાગ લેનાર એકમાત્ર બોલિવૂડ સેલિબ્રિટી મિલિંદ સોમન છે.
બોલિવુડ અભિનેત્રી સૈયામી ખેરે જર્મનીમાં આયોજિત આયરનમૈન 70.3 ટ્રાયથલોનમાં ભાગ લીધો હતો. આ રેસમાં સૈયામી ખેરે 21 કિમી રનિંગ કર્યું હતુ. મેડલ જીતી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો છે.
બોલિવુડ અભિનેત્રી સૈયામી ખેર ફિલ્મોની રંગની દુનિયા સાથે સ્પોર્ટસ સાથે પણ જોડાયેલી છે. શાળામાં હતી ત્યારે પણ અભિનેત્રી એથ્લેટિક્સમાં ભાગ લેનારી સૈયામી ખેર ફિલ્મોની સાથે સ્પોર્ટસ ઈવેન્ટમાં પણ ભાગ લેતી રહી છે.
હાલમાં સૈયામી યૂરોપના દેશ જર્મનીમાં 90 કિલોમીટર સાઈકલિંગ,1.9 કિમી સ્વિમિંગ કરી અને 21 કિલોમીટર રનિંગ કરી સૌને ચોંકાવી દીધા છે. અભિનેત્રી આયરનમૈન 70.3 ટ્રાયથલોનમાં ભાગ લીધો છે અને આ સાથે મેડલ પણ જીત્યો છે.
અભિનેત્રીએ દુનિયાની સૌથી અઘરી સ્પર્ધા ગણાતી ટ્રાયથલોનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું આ મારા લાઈફનો સૌથી શાનદાર દિવસ છે. જેના માટે હું રોજ 12 થી 14 કલાક સુધી ટ્રેનિંગ લેતી હતી.
સ્પોર્ટસ પર બનેલી ફિલ્મ ધૂમરમાં સૈયામી ખેર એક ક્રિકેટરના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સૈયામી સાથે બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતો. અમિતાભ બચ્ચને કેમિયો રોલ કર્યો હતો. અભિનેત્રી અત્યાર સુધી કુલ 17 પ્રોજેક્ટમાં કામ કરી ચૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech