હમાસના નેતા હાનિયાની ઈરાનમાં ઘૂસીને હત્યા કરી નાખ્યા બાદ ઇઝરાયલે હમાસના વધુ એક નેતાને પતાવી દીધો હોવાનો દાવો કર્યો છે અને ગાઝાના ’ઓસામા બિન લાદેન’ તરીકે ઓળખાતા હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફની હત્યા કરી નાખી હોવાનું જણાવ્યું છે . તે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે.ઇઝરાયેલની સેનાએ હમાસની લશ્કરી પાંખના વડા મોહમ્મદ દૈફના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલના સંરક્ષણ દળે કહ્યું કે દક્ષિણ ગાઝા પટ્ટીમાં થયેલા હવાઈ હુમલામાં મોહમ્મદ દેઈફ માર્યો ગયો હતો. 58 વર્ષીય મોહમ્મદ દૈફ ઈઝરાયેલનો મોસ્ટ વોન્ટેડ માણસ હતો, ઈઝરાયેલની સેના તેને મારવાના અનેક પ્રયાસો કરી ચૂકી છે. એવું કહેવાય છે કે મોહમ્મદ દૈફ એ 7 વખત નજીકથી મૃત્યુ જોયું છે. આ હુમલામાં તેની એક આંખને પણ નુકસાન થયું હતું.
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે મોહમ્મદ દૈફની હત્યા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું, ગાઝાના ઓસામા બિન લાદેન તરીકે ઓળખાતા મોહમ્મદ દેઈફને અમે પતાવી દીધો છે.રક્ષા મંત્રીએ મોહમ્મદ દીફના મોતને દેશની સેના માટે મોટી સફળતા ગણાવી છે.તેમણે કહ્યું કે આઈડીએફ અને આઈએસએએ મળીને આ ઓપરેશનને ખૂબ જ વ્યાવસાયિક અને ચોક્કસ રીતે હાથ ધર્યું છે. મંત્રીએ કહ્યું કે આ ઓપરેશન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે હમાસના લોકો વિખેરાઈ રહ્યા છે. હવે તેમની પાસે બે જ વિકલ્પ છે, કાં તો તેઓ આત્મસમર્પણ કરે, નહીં તો તેમની હત્યા કરવામાં આવશે.
હાનિયાના મમાં બે માસ પહેલા બોમ્બ મુકાયો હતો
ઈઝરાયેલે હનીયાને પતાવી દેવા માટે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો.ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાની યોજના ઘણા સમય પહેલા જ ઘડવામાં આવી હતી. બે મહિના પહેલા હાનિયા જ્યાં રોકાયો હતો તે ગેસ્ટ હાઉસમાં બોમ્બ મુકવામાં આવ્યો હતો. રાત્રે તેઓ સૂતા હતા ત્યારે રિમોટ વડે બ્લાસ્ટ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી ઈરાની મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તે રિવોલ્યુશનરી ગાર્ડના લશ્કરી કમ્પાઉન્ડમાં માર્યો ગયો હતો. દરમિયાન, એક મોટો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે કે ગેસ્ટહાઉસમાં ગુપ્ત રીતે લાવવામાં આવેલા વિસ્ફોટક દ્વારા હાનિયાને નિશાન બનાવવામાં આવ્યો હતો . ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે લગભગ બે મહિના પહેલા ગેસ્ટહાઉસમાં બોમ્બ છુપાવવામાં આવ્યો હતો.
મોસ્ટ વોન્ટેડ યાદીમાં દૈફનો સમાવેશ કરાયો હતો
મોહમ્મદ દૈફ હમાસનો એવો કમાન્ડર હતો, જેણે લગભગ 7 વખત મોતને હરાવ્યું હતું. મૃત્યુથી છટકવામાં નિષ્ણાત માહિર દૈફને ’પરછાઈ’ તરીકે પણ ઓળખાતો હતો. મોહમ્મદ દૈફ વર્ષોથી ઈઝરાયેલના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો. જુલાઇ 2002માં, દૈફને હમાસની લશ્કરી પાંખના ગાઝા કમાન્ડર બનાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech