રાજકોટ શહેરમાં કુલ અંદાજે ૭૦૦૦ સ્થળોએ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને તે અંતર્ગત દરરોજ સવાર સાંજ ધરાવતી પ્રસાદીમાં લાડુ સહિતની મીઠાઈ નો ધૂમ ઉપયોગ થતો હોય છેલ્લા દસ દિવસમાં શહેરમાં કરોડો પિયાની મીઠાઈનું વેચાણ થયાનો પ્રાથમિક અંદાજ છે. ગણેશ ઉત્સવ અંતર્ગત યારે પ્રસાદી માટે મીઠાઈ ખરીદવામાં આવતી હોય આ દસ દિવસના સમયગાળામાં સેમ્પલ લેવાના બદલે હવે ગણેશોત્સવની આજે પૂર્ણાહત્પતિ થઈ છે મતલબ કે ગણેશ વિસર્જનનો દિવસ છે ત્યારે ૧૦ સ્થળોએથી લાડુ સહિતના સેમ્પલ લઇ લેબોરેટરીમાં પરીક્ષણ વખતે મોકલવા કાર્યવાહી કરાતા આશ્ચર્ય સર્જાયું છે.
રાજકોટ મહાનગરપાલિકાનું ઘોડું કયારેય દશેરાએ દોડતું નથી તે સર્વવિદિત છે પરંતુ આ વખતે તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો તાલ સર્જાયો છે. ગણેશોત્સવના તહેવારોને અનુલક્ષીને ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરી ફાર્મ ની દુકાનો તેમજ ગૃહ ઉધોગ ખાતેથી વિવિધ પ્રકારની મીઠાઈના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે રાય સરકારની ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સેમ્પલ મોડા લેવાયા છે
એટલું જ નહીં પરંતુ હવે સેમ્પલનો રિપોર્ટ આવવામાં પણ અસહ્ય વિલબં થઈ રહ્યો હોય ગણેશ વિસર્જનના દિવસે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ દિવાળી સુધીમાં આવે તો આવે તેવી સ્થિતિ છે.
આ દુકાનોમાંથી લેવાયા સેમ્પલ
(૧)મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ– શિવશકિત ગૃહ ઉધોગ, નવરંગપરા–૧, બાલાજી કૃપા, મવડી પ્લોટ, રાજકોટ.
(૨) મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ સાક્ષી ગૃહ ઉધોગ, તિપતિ સોસાયટી શેરી નં.૨, કોઠારીયા રિંગ રોડ, બાય પાસ, રાધામિરા હોટેલની સામે, રાજકોટ.
(૩) મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ– ગજાનન ઓન પાપડી ગૃહ ઉધોગ, માં આશિષ, ગણેશનગર શેરી નં.૧૦, કોઠારીયા રિંગ રોડ, રાજકોટ.
(૪) ગૂંદીના લાડુ (લુઝ): સ્થળ– શિવશકિત ગૃહ ઉધોગ, કોઠારીયા રોડ, રાજકોટ.
(૫) બટર મલાઈ બરફી (લુઝ): સ્થળ– પટેલ ડેરી ફાર્મ, ડી–માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
(૬) ટોપરા પાક (લુઝ): સ્થળ– જાગનાથ ડેરી ફાર્મ ડી–માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
(૭) અંજીર પાક (લુઝ): સ્થળ– ગોવિંદમ ડેરી ફાર્મ, ડી–માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
(૮) કેસર પેંડા (લુઝ): સ્થળ– રોયલ ડેરી ફાર્મ, ડાયમડં પાર્ટી પ્લોટ વાળો રોડ, કોઠારીયા, રાજકોટ.
(૯) થાબડી (મીઠાઇ –લુઝ): સ્થળ– શ્રી સત્યમ ડેરી ફાર્મ, નીલકઠં સિનેમા બાજુમાં, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ.
(૧૦) બટર સ્કોચ બરફી (મીઠાઇ– લુઝ): સ્થળ– નવનીત ડેરી ફાર્મ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech