એક સમયે જેને કોક્રોચ કહ્યો તેની તુલના ઈરફાન ખાન સાથે કરવા લાગી
આખાબોલી અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં વિક્રાંત મેસીની સરખામણી ઈરફાન ખાન સાથે કરી હતી,જયારે એક સમય હતો કે તેને 'વંદો' કહ્યો હતો.
કંગના રનૌત '12મી ફેલ' જોઈ અને વિક્રાંત મેસીના વખાણ કરતાં થાકતી નથી. કંગનાએ વિક્રાંતની સરખામણી ઈરફાન ખાન સાથે કરી હતી અને કહ્યું હતું કે તે તેનું સ્થાન લઈ શકે છે. વિક્રાંત મેસીની '12મી ફેલ' કંગનાની 'તેજસ' સાથે રિલીઝ થઈ હતી અને બમ્પર હિટ રહી હતી.વિક્રાંત મેસી અભિનીત '12મી ફેલ' તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થઈ છે, જેને લોકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. જ્યારે લોકોએ વિધુ વિનોદ ચોપરાની આ ફિલ્મ જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે તેને 'માસ્ટરપીસ' કહી રહ્યા છે. કંગના રનૌતે પણ તાજેતરમાં આ ફિલ્મ જોઈ અને વિક્રાંત મેસીની ફેન બની ગઈ. કંગનાએ વિક્રાંતના ખૂબ વખાણ કર્યા ફિલ્મ જોયા બાદ કંગના પોતાની જાતને રોકી શકી નહી અને વિક્રાંતની સાથે સાથે દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાની પણ પ્રશંસા કરી. કંગનાએ વિક્રાંતની સરખામણી દિવંગત અભિનેતા ઈરફાન ખાન સાથે કરી હતી. જ્યારે તેણે એક વખત વિક્રાંત મેસીની ટીકા કરી હતી અને તેને 'વંદો' પણ કહ્યો હતો.
'12મી ફેલ'એ બોક્સ ઓફિસ પર 'તેજસ'ને હરાવ્યું હતું
તે જાણીતું છે કે ફિલ્મ 12મી ફેલ 27 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેની સાથે જ કંગના રનૌતની 'તેજસ' પણ રિલીઝ થઈ હતી. આશરે રૂ. 20 કરોડના બજેટ સાથે બનેલી, '12મી ફેલ' એ સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 53.88 કરોડની કમાણી કરી હતી અને રૂ. 67 કરોડનો વિશ્વવ્યાપી બિઝનેસ કર્યો હતો. કંગના રનૌતની 'તેજસ' ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. સલમાન ખાનની 'ટાઈગર 3' રિલીઝ થયા પછી પણ '12મી ફેલ' સિનેમાઘરોમાં રહી, અને કરોડોની કમાણી કરવાનું ચાલુ રાખ્યું. હવે જ્યારથી આ ફિલ્મ ઓટીટી પર આવી છે, ત્યારથી લોકો તેના ચાહક બની ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech