રાજકોટમાં રહેતી 30 વર્ષીય યુવતીને અમદાવાદના શખસે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બાદમાં પત્ની સાથે છૂટાછેડા લેવા માટે આર્થિક રીતે મદદરૂપ થવાનું કહ્યું હતું. બાદમાં આ શખસે પાંચ લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ યુવતીનો વાંધાજનક વીડિયો ઉતારી લઈ તે વાયરલ કરવાની ધમકી આપી વધુ ૧૫ લાખ પડાવી લીધા હતા. જે અંગે યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બનાવ અમદાવાદની હદ વિસ્તારમાં બન્યો હોય વધુ તપાસ અમદાવાદ પોલીસને સોંપી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના વિરાણી ચોક પાસેના વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના ગીતા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 2 માં નીલકંઠમણી કો ઓપરેટિવ સોસાયટી વાસણા બસ સ્ટેશન સામે રહેતા કૃણાલ મયંકભાઈ મચ્છર ઉર્ફે દુષ્યંત ઝવેરીનું નામ આપ્યું છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કૃણાલે તેને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી. પરંતુ તે માટે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લેવાના હોય તેવી વાત કરી તેમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે કહ્યું હતું આરોપીની વાત પર વિશ્વાસ કરી લઇ યુવતીએ તેને મદદ કરવા માટે હા કહી હતી. એટલું જ નહીં આ માટે રૂપિયા પાંચ લાખ પણ આપ્યા હતા. બાદમાં આ શખસે યુવતીની જાણ બહાર તેનો નગ્ન વિડીયો બનાવી તેને વોટસએપમાં મોકલ્યો હતો અને બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ સમયે રૂપિયા ૧૫ લાખ આ શખસે પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા 20 લાખ યુવતી પાસેથી પડાવી લીધા હતા.
આ સમય દરમિયાન આ શખસે યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. બાદમાં આરોપીનો અસલ ચહેરો યુવતી સામે આવી જતા તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેણે આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, ધમકી,આઇટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ અમદાવાદ પોલીસને સોંપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech