શહેર કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચીફ ઓફીસરને ઉગ્ર રજુઆત આજકાલ પ્રતિનિધિ-ભાવનગર
સિહોર શહેરના વિવિધ પ્રશ્નોને લઈ ને શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ દ્વારા વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીની સાથે મળીને શહેર કોંગ્રેસ પક્ષના નગરસેવકો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી. તાજેતરમાં વોર્ડ નંબર ૭ માં કોંગ્રેસના યુવા કાર્યકર્તા જયદીપ વાઘેલા સાથે સ્ટ્રીટ લાઈટના મુદ્દે પાલિકાના કર્મચારી દ્વારા ફોન પર તેમ જ ભાજપના કેટલાક આગેવાનો દ્વારા રૂબરૂમાં ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હોવાની ફરિયાદ ને લઈ ઉગ્ર રજુઆત કરાઈ હતી કે આ રીતે કોઈ પણ કાર્યકર્તાને ડરાવવાનો પ્રયન બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને કર્મચારીઓને પણ કોઈ પક્ષાપક્ષીનો ભેદ રાખ્યા વિના તટસ્થતાથી કામ કરવા સૂચના આપવામાં આવે અન્યથા જો કોઈ કર્મચારી પર કાર્યવાહી કરવાની ફરજ પડશે એ સમયે કોઈપણ રાજકીય આગેવાન સાથે નહીં ઉભો રહે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ નગરસેવકોના વિસ્તારના જુના પ્રશ્નો લખીને આપવા છતાં હજુ ઉકેલ આવતો ન હોય આ અંગે પણ ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક આ કામો પુરા કરવા માંગ કરવામાં આવી હતી. ચીફ ઓફિસરે આ તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.નગરપાલિકામાં કર્મચારીઓ માત્ર ભાજપ માટે જ કામ કરવા બંધાયેલા છે.? શહેર કોંગ્રેસનો વેધક સવાલ : ચીફ ઓફીસર મકવાણાને કોંગ્રેસ આગેવાનો રૂબરૂ મળ્યા : વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી અને શહેર પ્રમુખ જયદીપસિંહ ગોહિલ ઉગ્ર થયા, કહ્યું કર્મચારીઓને સૂચના આપવામાં આવે કે ગણામાં કોઈનો ખેસ કે પટ્ટો પહેરી નોકરી કરે નહિ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech