અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બુધવારે સવારે એક ટ્રકે ભીડને કચડી નાખી, જેમાં 12 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા. આ ઘટના બોર્બન સ્ટ્રીટ અને ઇબરવિલેના ચોક પર બની હતી. ડ્રાઈવરે ભીડ પર ગોળીબાર શરૂ કર્યો, જેના કારણે પોલીસ સાથે અથડામણ થઈ. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીં એક ટ્રકે તેજ ગતિએ ભીડને ટક્કર મારી હતી. અહીં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના સવારે 3.15 વાગ્યાની આસપાસ બોર્બોન સ્ટ્રીટ અને ઇબરવિલેના ચોક પર બની હતી, જે તેની નાઇટલાઇફ અને વાઇબ્રન્ટ કલ્ચર માટે પ્રખ્યાત છે.
રીપોર્ટ પ્રમાણે ડ્રાઈવરે ટ્રકમાંથી નીચે ઉતરતાની સાથે જ ભીડ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘટનાસ્થળેથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં લોકોને રસ્તા પર ઉભેલા જોઈ શકાય છે અને ગોળીબારનો અવાજ સંભળાય છે. ઇજાગ્રસ્ત લોકો શેરીઓમાં જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે ઘટનાસ્થળે જ ઘણા લોકોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ન્યૂ ઓર્લિયન્સ પોલીસે પણ શંકાસ્પદ વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ પીડિતોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech