હોંગકોંગ સ્થિત કંપનીએ પનામા કેનાલ પરના બે મુખ્ય બંદરોમાં તેનો બહુમતી હિસ્સો યુએસ કંપની બ્લેકરોકને વેચી દીધો છે. આ સોદો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદનના અઠવાડિયા પછી થયો છે જેમાં તેમણે કહ્યું હતું કે નહેર ચીનના નિયંત્રણ હેઠળ છે અને અમેરિકાએ મુખ્ય શિપિંગ રૂટનો નિયંત્રણ પોતાના હાથમાં લેવો જોઈએ.અમેરિકન કંપની બ્લેક રોકે આ હિસ્સો આશરે 22.8 બિલિયન ડોલરમાં હસ્તગત કર્યો છે. હોંગકોંગના અબજોપતિ લી કા-શિંગની માલિકીની સીકે હચિસન ચીની સરકારની માલિકીની નથી પરંતુ હોંગકોંગમાં તેનો આધાર હોવાથી તે ચીની નાણાકીય કાયદાઓ હેઠળ કાર્ય કરે છે. તે 1997 થી બંદરનું સંચાલન કરે છે. આ સોદો વિશ્વભરના 23 દેશોમાં કુલ 43 બંદરોને આવરી લે છે, જેમાં બે કેનાલ ટર્મિનલનો સમાવેશ થાય છે. સોદાના અંતિમ સંસ્કરણ માટે હજુ પણ પનામા સરકારની મંજૂરીની જરૂર પડશે. 82 કિમી લાંબી પનામા નહેર મધ્ય અમેરિકામાંથી પસાર થાય છે અને એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરો વચ્ચેનો મુખ્ય માર્ગ છે. દર વર્ષે 14,૦૦૦ જહાજો તેમાંથી પસાર થાય છે. જેમાં કાર, કુદરતી ગેસ અને અન્ય માલસામાન વહન કરતા કન્ટેનર જહાજો તેમજ લશ્કરી જહાજોનો સમાવેશ થાય છે.પનામા નહેરનું નિર્માણ 1900 ના દાયકાની શરૂઆતમાં થયું હતું. યુનાઇટેડ સ્ટેટ્સે 1977 સુધી કેનાલ ઝોન પર નિયંત્રણ જાળવી રાખ્યું પરંતુ સંધિઓએ ધીમે ધીમે આ વિસ્તાર પનામાને પાછો આપ્યો. સંયુક્ત નિયંત્રણ અવધિ પૂરી થયા પછી 1999 માં પનામાએ નહેરનું સંપૂર્ણ નિયંત્રણ સંભાળી લીધું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech