નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા આ દિવસોમાં તેમના લગ્ન જીવનને કારણે ચર્ચામાં છે. તેમના છૂટાછેડાની અફવા સાંભળવા મળી રહી છે. બધાની નજર આ બે પર ટકેલી છે. જોકે નતાશા અને હાર્દિક બંનેએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ બધાની વચ્ચે હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બાંદ્રા-વરલી સી લિંક પરની કારમાંથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેપ્શન છે, 'પ્રેઈઝ ગોડ'. નતાશા અને હાર્દિક વચ્ચે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક યુઝરે તેમના વિશે કેટલીક વાતો જણાવી અને કહ્યું કે નતાશાએ તેના નામમાંથી પંડ્યા અટક હટાવી દીધી છે. આ સિવાય બંને પોતાના ઈન્સ્ટા ફીડ અને સ્ટોરી પર એકબીજા સાથે કોઈ ફોટો કે પોસ્ટ શેર નથી કરી રહ્યા.
હાર્દિક પંડ્યાએ એક પોસ્ટ શેર કરી છે
આ અફવાઓ વચ્ચે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ તસવીરોમાં તે પોતાની ટીમ સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપની તૈયારી કરતો જોવા મળી રહ્યો છે. પોસ્ટ શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'હું નેશનલ ડ્યુટી પર છું'.
છૂટાછેડાની અફવાઓ વચ્ચે થોડા દિવસો પહેલા નતાશા દિશા પટણીના બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે જોવા મળી હતી. જ્યારે તેને છૂટાછેડાના સમાચાર વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કંઈ જવાબ આપ્યો નહી અને માત્ર આભાર કહીને ત્યાંથી નીકળી ગઈ. નતાશાનો જન્મદિવસ 4 માર્ચે હતો પરંતુ હાર્દિકે તેના બર્થડેની કોઈ પોસ્ટ કરી નહોતી. નતાશાએ તેની અને હાર્દિકની બધી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે માત્ર અગસ્ત્ય સાથેના ફોટા જ ઇન્સ્ટાગ્રામ રાખ્યા છે.
હજુ સુધી નતાશા અને હાર્દિકે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. નતાશા અને હાર્દિકે બે વાર લગ્ન કર્યા હતા. તેઓએ 2020 માં લોકડાઉન દરમિયાન તેમના ઘરે લગ્ન કર્યા અને એક બાળકના માતાપિતા બન્યા. આ પછી બંનેએ ફરી એકવાર 2023માં જોધપુરમાં ગ્રાન્ડ ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech