શહેરના રૈયા રોડ પર ટ્રિનિટી ટાવરમાં રહેતા અને પડધરીમાં પીએમ આંગણીયા પેઢી ચલાવતા પરાગભાઇ ચંદ્રકાંતભાઈ ચગ (ઉ.વ.30) નામના યુવકે પડધરી પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે પોતાની એક્ટિવા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. એક્ટિવાની ડીક્કીમાં ગ્રાહકને આપવાના રૂ. 6.90 લાખ પણ રાખવામાં આવ્યા હતા પોલીસે આંગણિયા પેઢીના સંચાલકની ફરિયાદ પરથી અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં પરાગભાઇએ જણાવ્યું છે કે, તા.24ના રાત્રીના સાડા આઠેક વાગ્યે મોરબી મારી ઓફિસે હતો ત્યારે મારો કર્મચારી શકીલ સુલતાનભાઈ દલ મારી એક્ટિવા પ્લેઝર જીજે 03-એફપી-899 નંબરની લઇ ગ્રાહકને આપવાના રૂ.6.90 લાખ ડીક્કીમાં રાખી આપવા જતો હતો ત્યારે રસ્તામાં તેના મિત્રની રઝવી મોબાઈલ નામની દુકાને મોબાઈલનું રિચાર્જ કરાવવા માટે ઉભો હતો દરમિયાન એક્ટિવાની ચાવી પણ તેમાં જ હોવાથી કોઈ અજાણ્યો શખ્સ એક્ટિવા પ્લેઝર લઇ નાસી છૂટ્યો હતો. રિચાર્જ કરાવી શકીલ પરત આવતા એક્ટિવા જોવા ન મળતા મિત્રની મોબાઈલની દુકાનના સીસીટીવી ચેક કરાવ્યા હતા તેમાં કોઈ અજાણ્યો શખસ સ્કૂટર હંકારી લઇ જતો જોવા મળ્યો હતો. મિત્રો સાથે મળી તેની શોધખોળ કરવા છતાં મળી આવ્યો ન હતો. અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શખસની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech