બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના ડેટિંગના સમાચાર વાયરલ થતાં રહે છે. બંનેને સામે જ્યારે પણ રિલેશનશિપને લઈને સવાલ થાય છે ત્યારે બંને મૌન રાખે છે, પરંતુ આ વખતે અનન્યા પાંડેએ તેના રિલેશનને લઈને વાત કરી છે.
અનન્યા પાંડેએ આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોને લઈને ચિપ્પી તોડી છે અને કહ્યું કે અમે મિત્રોથી વિશેષ છીએ.બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે સુંદર એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ તેની ફિલ્મો અને એક્ટિંગથી ખાસ કમાલ કરી શકી નથી, પરંતુ તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં આદિત્ય રોય કપૂરને ડેટ કરી છે અને તે બંને ઘણી વાર એકસાથે સ્પોટ થતાં જોવા મળે છે. બંને ઘણી ઈવેન્ટમાં સાથે જોવા મળે છે તો ક્યારેક લેટ નાઈટ આઉટિંગ પણ સાથે કરે છે. હાલમાં જ અનન્યા પાંડેએ તેના અને આદિત્ય રોય કપૂરના ક્લોઝ બોન્ડિંગ પર વાત કરી અને કહ્યું કે બંને વચ્ચે કેવો સંબંધ છે.
સ્ટ્રીમિંગ ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળેલી એક્ટ્રેસ અનન્યા પાંડેએ કહ્યું કે તે અને આદિત્ય રોય કપૂર માત્ર મિત્ર જ નથી. એક્ટ્રેસ હાલમાં જ નેહા ધૂપિયા દ્વારા હોસ્ટ કરવામાં આવેલા લોકપ્રિય ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ના છઠ્ઠા સિઝનમાં જોવા મળી હતી, જ્યાં તેણે ‘આશિકી 2’ એક્ટરના સાથે તેના સંબંધને લઈને ખુલીને વાત કરી. શોમાં અનન્યા અને નેહાને આદિત્ય વિશે વાત કરતાં જોવા મળ્યા હતા. જ્યાં અનન્યા કહે છે કે તે અને આદિત્ય માત્ર મિત્ર નહીં, પરંતુ ખૂબ સારો મિત્ર છે.
નેહા ધૂપિયાએ કહ્યું, ‘મને કૃતિ સેનનની દિવાળી પાર્ટીમાં એક તસવીર લેવાનો મોકો મળ્યો અને લોકોએ તેને ઝૂમ કરીને જોવાનું શરુ કરી દીધું’. તમે તે પળ વિશે કંઈ કહેવા માંગો છો? અનન્યા પાંડેએ કહ્યું, ‘અમે માત્ર મિત્ર નહીં, પરંતુ ખૂબ સારા મિત્ર છીએ’. મને નથી લાગતું કે આ વિશે વધુ વાત કરવા માટે કંઈ છે.
આ ફિલ્મમાં જોવા મળી અનન્યા
‘નો ફિલ્ટર નેહા’ સીઝન 6 દર ગુરુવારે નવા એપિસોડ સાથે જિયો ટીવી અને ટીવી પ્લસ પર સ્ટ્રીમ થાય છે. અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીયે તો તેણે હિન્દી સિનેમામાં માત્ર 5 વર્ષમાં જ પોતાની જગ્યા બનાવી લીધી છે. છેલ્લે એક્ટ્રેસ ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના રોલના ખૂબ વખાણ થયાં હતા. તો આદિત્ય રોય કપૂર છેલ્લે વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર 2’માં જોવા મળ્યો હતો. એક્ટરની આ સિરીઝની ખૂબ ચર્ચા થઈ હતી. આ સિરીઝમાં તેની સાથે અનિલ કપૂર પણ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech